<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

આજે સવારે પવન સાથે અચાનક ઠંડીનો ચમકારોઃ બપોરે ગરમી યથાવત

કચ્‍છના નલીયામાં ૬.ર, રાજકોટ ૧૩.૯, અમરેલીમાં ૧૪.૮ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. પઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારે અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને પવનના સૂસવાટા સાથે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આજે કચ્‍છના નલીયામાં ૬.ર રાજકોટ ૧૩.૯, અમરેલી ૧૪.૮, જામનગરમાં ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જો કે બપોરના સમયે ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આજે સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. પવન કુંકાવવાને કારણે ગરમીમાં રાહત અનુભવાય હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ તે જ પવન ફૂંકાયો હતો. આજે સવારે ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૮.૧ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા રહ્યું હતું. પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ ઝાલાવાડમાં છેલ્લા બે દિવસથી જાણે કે વાતાવરણ અચાનક જ પલટાયુ હોય તેવો ઘાટ જોવા મળ્‍યો છે અને ઉનાળાની શરૂઆત સાથે ફરીવાર જાણે કે શિયાળાની શરૂઆત થઈ હોય તેઓ અહેસાસ ઝાલાવાડના લોકો કરી રહ્યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકામાં તો કોઈ છેલ્લા બે દિવસથી ઠંડા પવનના સુસવાટા અને ફરીવાર ઠંડીનો અહેસાસ જોવા મળ્‍યો છે ત્‍યારે લોકોએ થોડા દિવસ પહેલા તાપમાનનો પારો વધવાના કારણે ગરમ વષાો તિજોરીમાં મૂકી દીધા હતા પરંતુ ફરીવાર ગરમ વષાો કાઢવાની ફરજ પડી હતી અને ઝાલાવાડમાં આજે પણ ઠંડા પવનના સાથે જાણે કે ઠંડીનો માહોલ હોય તેવી અસર જોવા મળી રહી છે અને જે ઠંડી પડે છે શિયાળામાં તેવી અત્‍યારે ઉનાળાની શરૂઆતમાં જોવા મળી છે ત્‍યારે અચાનક ઝાલાવાડમાં વાતાવરણ પલટાયુ હોવાનું સામે આવ્‍યું છે.

કયાં કેટલી ઠંડી

શહેર                   લઘુતમ તાપમાન

નલીયા             ૬.ર ડીગ્રી

રાજકોટ     ૧૩.૯ ડીગ્રી

અમરેલી    ૧૪.૮ ડીગ્રી

જામનગર   ૧૬.૬ ડીગ્રી

પોરબંદર   ૧૪.૪ ડીગ્રી

ભુજ         ૧૪.૮ ડીગ્રી

ભાવનગર  ૧૯.૧ ડીગ્રી

અમદાવાદ ૧૭.ર ડીગ્રી

સુરત               ૧૯.૭ ડીગ્રી

વેરાવળ        ૧૮.૮ ડીગ્રી

ગિરનાર પર ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બીજા દિવસે પણ બંધ

અવિરત પવનથી સવારના તાપમાનમાં ધરખમ વધારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૫ :. ગિરનાર પર ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે આર્ય સતત બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.  જુનાગઢ સહિત સોરઠમાં સોમવાર રાતથી શરૂ થયેલો તોફાની પવન આજે પણ યથાવત રહેતા જનજીવનને અસર થઈ છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારથી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આજે પણ બંધ રાખવાની ફરજ પડી હતી. ગિરનાર રોપવેના સૂત્રોના જણાવ્‍યા અનુસાર સવારથી ગિરનાર પર્વત ઉપર ૭૦ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પરિણામે પ્રવાસીઓની સલામતીને ધ્‍યાને રાખી આજે પણ રોપવે બંધ રાખવામાં આવ્‍યો છે. આજે પણ અવિરત પવન ચાલુ રહેતા તાપમાનમાં ધરખમ વધારો થયો છે. જુનાગઢ ખાતે મંગળવારે સવારે લઘુતમ તાપમાન ૨૧.૭ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાન વધીને ૨૩.૪ ડીગ્રી નોંધાયું હતું. જેની સાથે પવનની ઝડપ પણ વધીને ૧૧.૬ કિલોમીટરની થઈ ગઈ હતી. મંગળવારે જુનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યા પછી આજે સવારે પવન અને તાપમાન વધવાના કારણે  વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને માત્ર ૭ ટકા થઈ ગયું હતું.

(2:46 PM IST)