<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

પોરબંદરના રાજવીની વારસાગત કેટલીક મિલ્‍કત વેચવા માટેની હિલચાલ : એન.ઓ.સી. માટે તજવીજ

વર્તમાન રાજવી હરેન્‍દ્રકુમાર વિદુષી માતાના પુત્ર છે અને પોતાની ઓળખ માતૃપક્ષની આપે છે જેના આધારે પ્રોપર્ટી કલીયરન્‍સ સર્ટીફીકેટસની માંગણી કરવામાં આવી છે

 (હેમેન્‍દ્રકુમાર પારેખ) પોરબંદર, તા., પઃ  છેલ્લા રાજવી સ્‍વ. મહારાણા નટવરસિંહજી જેઠવા એ રાજશાખા (ખુંટી) માલધારી-રબારી (આદિવાસી) તેમજ સાગરખેડૂ ખારવાજ્ઞાતિ સાથે લગાવ માલધારી-રબારીમાં શિક્ષણનો પૂરતો અભાવ તેની ઉન્‍નતિ માટે પેલેસ માવડ માલધારી  રબારીના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે હોસ્‍ટેલ માટે જગ્‍યા પણ આપેલ બાંધી આપેલ પરંતુ આજદિન સુધી તેનો લાભ નહીવત રહયો છે. શ્રધ્‍ધા અજ્ઞાનમાંથી હજુ બહાર આવેલ નથી શિક્ષિત વિકાસ થતો નથી. ચોપાટી ખાતેના રાજ મહેલ (હુજુર પેલેસ)  વેચવાની હિલચાલ થતા વિરોધનો સૂર ઉઠયો છે જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા સમાજ કોર્ટ દ્વારા ખખડાવવામાં આવશે તેવી ચર્ચા છે. વર્તમાન સ્‍વ. મહારાણા નટવરસિંહ જેઠવાના વિદુષી પત્‍નીના સંતાન  હરેન્‍દ્રકુમાર એન્‍ડી રીન ડોમિંગો ડી સીલ્‍વા દ્વારા તેમના અંગત સલાહકારોની સલાહથી પોરબંદર રાજ પરિવારની અંગત મિલ્‍કતો બાબતે રાજવી પરિવારના કોઇપણ સદસ્‍યને તેમજ પોરબંદર જેઠવા રાજપૂત સમાજને વિશ્વાસમાં લીધા વગર ટાઇટલ કલીયર માટે અરજી કરવામાં આવી હોવાનું બહાર આવેલ છે.

પોરબંદરના દરિયા રહેલ રાજમહેલ પાસે હુજુર પેલેસ વહેંચવાની હિલચાલ થતી હોવાનો ઇશારો અને કહેવાતા શંકાસ્‍પદ વિલની હિલચાલથી સમસ્‍ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને રાજશાખા પરિવાર દ્વારા કોર્ટમાં જવાનું રાજશાખા પરિવાર દ્વારા કોર્ટનું શરણ લેવામાં આવે તેવી સંભાવના છે.  ઉલ્લેખનીય છે સ્‍વ. મહારાણા નટવરસિંહના નિધન પછી મિલ્‍કત બાબતે વિવાદ  ઉભો થયેલ  તે સમયે રાજપૂત સમાજ જેઠવાના નિવૃત ડી.એસ.પી. સ્‍વ.  પ્રવિણ સિંહ જેઠવા એ કાનુની લડત આપેલ અને ધી ના ઠામમાં ઘી પડી ગયેલ તેવુ જાણવા મળે છે. ત્‍યારબાદ આશરે ત્રણ દાયકા પછી પુનઃ આ વિવાદ ઉભો થયો છે. આ કાર્યવાહી તા. ૨૧ મી નવેમ્‍બર ૨૦૨૪ ના રોજ પોરબંદર હુજુર પેલેસ-રાજ મહેલ ખાતે વસવાટ કરતા હરેન્‍દ્ર ડી. સિલ્‍વા દ્વારા અમદાવાદની વાડિયા ધાંડી એન્‍ડ કાું. ના વકીલ શ્રીનાથ પારેખ પાસે પ્રોપર્ટી કલીયર સટીફેકેટની માંગણી કરવામાં આવી  હતી. અને એક જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરવામાં આવી હતી હેરી ઉર્ફે હરેન્‍દ્ર, હરેન્‍દ્રકુમાર એન્‍ટુરિન ડોમિંગો ડી સિલ્‍વા દ્વારા તેમના અંગત સલાહકારોની સલાહથી સોૈપ્રથમ મહત્‍વનો મુદો હકિકત એ છે કે વર્તમાન ટાઇટલ કલીયર પ્રોપટીનું માંગનાર રાજવી પુત્ર હેરી ઉર્ફે હરેન્‍દ્ર, હરેન્‍દ્રકુમાર એન્‍ટુરિન ડોમિંગો ડીસિલ્‍વાના માતા વિદુષી નારી હતા તેમજ સાથે પોરબંદર રાજય સોરાષ્‍ટ્ર સરકારને રાજય સોંપ્‍યું હતું.

 સાત-આઠ વરસ પછી સને ૧૯૫૫-૫૬-૫૭ ની સાલ આસપાસ દિલ્‍હી કોર્ટેમાં સિવિલ મેરેજ કરેલ હતા. તે પહેલા આ રાજવી મહારાણા નટવરસિંહજી  ગુરૂ રામદાસ સ્‍વામીની પ્રેરણા આજ્ઞાથી તેવી દંતકથા સમાજના રિવાજ જે ને સમયના કાયદામુજબ સિવિલ મેરેજ દ્વારા અંતિમ વંશ વૃધ્‍ધ થયેલ હોય તો હિન્‍દુ વારસા હકક મળે?  શાષા પુનઃ કાયદા મુજબ અગિ્નસાક્ષીએ ચોરીના ફેરા ફરવા પડે. તો માન્‍ય ગણાય રાજપૂત સમાજ આ લગ્ન માન્‍ય કરેલ છે એટલું જ નહી રાજબારોટ જેઠવા વંશીયના ચોપડે નોંધ થયેલ છે.  વર્તમાન રાજવી હેરી ઉર્ફે હરેન્‍દ્ર હરેન્‍દકુમારનું નામ ચોપડે મંડાયેલ છે. જાણવા પ્રમાણે બારોટ ચોપડે જેઠવા વંશીય પિતા ભાવસિંહજી રાણા દત્તક પુત્ર હતા. તેમના દત્તક પિતા માધોસિંહ હતા. અને આ ભાવસિંહજી જેઠવાના વંશમાં દત્તક સ્‍વ. મહારાણા નટવરસિંહજી જેઠવા અને તેમણે રાજપૂત-સમાજ રિવાજ પ્રમાણે લિંમડીના રાજવી રૂપાણીબા સાથે લગ્ન કરેલ તે નિઃસંતાન હતા. વિ. મહારાણા નટરવસિંહજી  જેઠવાને ગાદીવારસ પુત્ર તરીકે સ્‍વીકારેલ યુવરાજ સ્‍વ. ઉદય ભાણસિંહ જેઠવાને ગાદી વારસ પુત્ર સ્‍વીકારેલ. મુળ શ્રીનગરના રાજપૂત જેઠવા અને પોરબંદરના પોર્ટ ઓફિસર તરીકે નોકરી કરતા હતા તેમને રાજવી વંશ દત્તક પુત્ર તરીકે વિધીવત સ્‍વીકારેલ.

યુવરાજ સ્‍વ. ઉદયભાણ સિંહ જેઠવા  નિઃસંતાન હતા તેઓનું લગ્ન જીવન સરળ ન હતું. જયારે રાજબારોટ વંશ વૃધ્‍ધી ચોપડે આધાર ગણાય એ હકિકત એ રાજબારોટ સ્‍વ. બાબુભાઇ પાસેથી જાણવા મળેલ કે તેઓના વડિલો પાસે રાજવનું પાણી ન પીતા છેલ્લે સમાધાન  દુધ પીને થયેલ આમ વર્તમાન રાજવી પુત્ર વિવાદીત પરોક્ષ અને અપરોક્ષ બન્‍યા? એટલુ જ હજુર પેલેસ રાજમહેલની માલીકી રાજવીની ગણાય. પરંતુ પ્રજાકીય મિલ્‍કતનો હિસ્‍સો પણ કાયદાકીય ગણાય ! કારણ કે અંગત મુડીનો ઉપયોગ થયેલ છે કે બજારની પ્રજાની આર્થીક આવક રાજ તિજોરીમાં જમા થતી હતી. તેમાંથી બનાવવામાં આવેલ છે. પ્રજામત પણ જરૂરી અને આવશ્‍યક બની રહેલ છે. રાજશાખા પરિવાર રાજપુત સમાજ પ્રમુખ રાજભા જેઠવાનો ભાયાત ગણાય તેમણે પોરબંદરના નાગરીકો અને અન્‍ય જ્ઞાતિ અને સમાજના લોકો પણ લડત ટેકો જાહેર કરી રહયા તેવું જણાયેલ છે.

રાજપુત સમાજ પ્રમુખ રાજભા જેઠવા રાજશાખા અને વિલ આધારે વર્તમાન રાજવી પુત્ર હેરી ઉર્ફે હરેન્‍દ્રકુમા એન્‍યુરીન ડીસીલ્‍વાએ મીલ્‍કત પ્રોપર્ટીનું કલીયરન્‍સ સર્ટી માંગેલ છે તે વિલને શંકાના ડાયરામાં દર્શાવેલ છે. મહત્‍વનું એ છે કે હિન્‍દુ સંસ્‍કૃતી અને એ લગ્નધારા મુજબ ચોરીના ફેરા ફરવા ફરજીયાત અને તે સ્‍વીકારીય છે. ન્‍યાય અદાલતમાં મનુસ્‍મૃતિ આધારીત કાયદા પરીક્ષ અગર અપરોક્ષ કાર્યવાહી થાય છે પ્રત્‍યેક યાય અદાલતમાં ભગવાન મનુ રચીત મનુસ્‍મૃતિ ગ્રંથ ન્‍યાયાધીશની ટેબલ ઉપર મોજુદ હોય છે. ભગવાન મનુ રચીત આ ગ્રંથમાં હિન્‍દુ સંસ્‍કૃતિ તેમના રિત રિવાજનું વર્ણન તે આધારીત આચાર્ય મધુખે વિવરણ કરી અઢાર ભાગની રચના કરેલ છે. જે ન્‍યાય અદાલત માન્‍ય છે. સર્વોચ્‍ચ અદાલત સુધી મનુસ્‍મૃતિ અને આચાર્ય  રચીત અઢાર ભાગમાં વિવરણ કરાયેલ છે. મુળ ભાષા દેવનાગરી લીપી સંસ્‍કૃતિ જે દેવ ભાષામાં રચાયેલ છે. આજનું બંધારણ ભારત-સિવિલ પ્રોઝીર કાંડ ક્રિમીનલ પ્રોસીઝર કોડ હિન્‍દુ લો લગ્નધારા વારસાઇ ધારો વિગેરે આ અઢારભાગમાં રચાયેલ છે.  પધ્‍ધતી દર્શાવે છે. તદઉપરાંત શ્રીમદ ભગવતગીતા તેમજ હિન્‍દુ-આર્ય સંસ્‍કૃતિનો આધાર સ્‍થંભ ગણાતા, ચાર વેદ, સામદેવ, યર્જૃવેદ અર્થવેદ  ઋગવેદ જે સ્‍વયંમ વિશ્વકર્મા-બ્રહ્માજીની વાણી ગણાય છે. આ સિવિલ મેરેજનો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ આંતરજ્ઞાતિ લગ્ન, અપહરણ કરી લગ્ન કરેલ. વિગેરે હોય તેમાં ચોરીના ચાર ફેરા, અમુક જ્ઞાતિમાં ત્રણ ફેરા ચોથો ફેરો પરણીત કન્‍યા સાસરે ફરે છે. સમાજમાં સ્‍વિકૃત છે. તેના દ્વારા વંશ વૃધ્‍ધીને વારસાય હક્ક અપાયેલ છે. ત્‍યારે પોરબંદરના વર્તમાન રાજવી હેરી એન્‍ડ હરેન્‍દ્ર હરેન્‍દ્રકુમાર એન્‍ટી રીડ ડોમિંગો  ડી.સીલ્‍વા વિદુષ માતાના પુત્ર છે. પોતાની ઓળખ પણ માતૃપક્ષની આપે છે.  જેઠવા વંશીય મહારાણા સ્‍વ. નટવરસિંહજી જેઠવા ઓળખ જેઠવા વંશીય દર્શાવતા નથી. જે અમદાવાદ વાડીયા ધાંડી એન્‍ડ કાુ. વકીલ શ્રીનાથ પારેખ પ્રોપર્ટી ટાઇટલ કલીયરન્‍સ સર્ટીફીકેટની માંગણીમાં કરવામાં આવેલ હતી. જયારે વિલ રજુ કર્યુ અને તે આધારીત ટાઇટલ કલીયર પ્રોપર્ટી માંગેલ તે સામે રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા વાંધા ઉઠાવી શંકા દર્શાવેલ છે.

(2:36 PM IST)