<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખની વરણી

હારીજ નગરપાલિકામાં ધરતીબેન સચદે . રાધનપુર નગર પાલિકામાં ભાવનાબેન જોશી અને ચાણસ્મા નગરપાલિકામાં પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યા

ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે 3 વાગ્યે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે. હારીજ નગરપાલિકામાં ધરતીબેન સચચદે પ્રમુખપદે વરણી કરી છે

રાધનપુર નગર પાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.

ચાણસ્મા નગરપાલિકામાં સામાન્ય મહિલા અનામત બેઠક પરથી પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે આંશુ સુનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

 

ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે. ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારની જીત નિશ્ચિત હતી.

(6:37 PM IST)