તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ધ્રાંગધ્રાના હરિપર નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણનાં મોત
અમદાવાદ રિસેપ્શનમાં હાજરી આપી, પરત ફરતા હતા તે વેળા અકસ્માત : ઘટના સ્થળે મોત : ૪ ને ગંભીર ઇજાઓ : મૃતક બે પુરૂષ એક મહિલા એક જ પરિવારના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૬: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે આવેલા છે જ્યાં રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે દર ૨૪ કલાકે એક જિંદગી અકસ્માતમાં મોતમાં હોમાઈ રહી છે ત્યારે ધાંગધ્રા માલવણ હાઈવે ઉપર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજવા પામ્યા છે..
ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર આવેલા હરીપર બ્રિજ નજીક આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે જોકે અકસ્માતને લઈ હાઇવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ જવા પામ્યા છે ટ્રક બંધ પડ્યો હતો તે દરમિયાન ઇકો કાર ટ્રક પાછળ અથડાઈ છે એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત થયા છે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ પણ ત્યાં દોડી ગઈ છે.
અમદાવાદ ખાતે રિસેપ્શનમાં હાજરી આપી અને પરત ફરતા હતા તે દરમિયાન હરીપર બ્રિજ નજીક આ પ્રકારની ઘટના બની છે ખાસ કરીને હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકો વારંવાર અકસ્માતો સર્જતા હોય છે જેમાં વિશાલભાઈ અને કિશોરભાઈ અને પ્રફુલાબેન નું મોત નીપજવા પામ્યું છે જોકે તમામના મળતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. (૯.૧૬)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
