<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જુનાગઢના ચોરવાડીયાના ભીમાભાઇ માથુકીયાનું બાઇક અકસ્‍માતમાં મોત

ખડીયા ગામેથી હટાણુ કરી પરત આવતી વખતે બનાવઃ રાજકોટમાં મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૬: જુનાગઢ તાબેના ખાડીયા ગામ પાસે બાઇક અકસ્‍માતમાં ગંભીર ઇજા થતાં ચોરવાડીયા ગામના ખેડૂતનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ચોરવાડીયા ગામે રહેતાં ભીમાભાઇ ભીખુભાઇ માથુકીયા (ઉ.વ.૫૦) ૨૬/૨ના બપોરે બે વાગ્‍યા આસપાસ પોતાનું મોટરસાઇકલ હંકારી ખાડીયા ગામેથી ચોરવાડીયા ગામ તરફ આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં સોમનાથ પંપ નજીક અજાણ્‍યા મોટરસાઇકલ સાથે અકસ્‍માત સર્જાતા ગંભીર ઇજા પહોંચી હતી. ભીમાભાઇને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ભીમાભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. ખડીયા ગામે હટાણુ કરવા ગયા હતાં ત્‍યાંથી પરત આવતી વખતે બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ જુનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:01 AM IST)