News of Thursday, 6th March 2025
માટલાના ધંધાર્થી માણેકવાડાના હિતેષ ટાંકનું ઇકો કારની ઠોકરે ચડી જતાં મોત
કરિયાણુ લઇ બાઇક પર ઘરે આવતી વખતે અમરેલી નજીક બનાવઃ યુવાને રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: અમરેલી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં માટલાના ધંધાર્થી માણેકવાડાના યુવાનનું મોત નિપજ્યું છે. યુવાન અમરેલીથી કરિયાણુ ખરીદી બાઇક પર પરત માણેકવાડા જતી વખતે આ બનાવ બન્યો હતો. યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ માણકેવાડામાં રહેતો હિતેષભાઇ વલ્લભભાઇ ટાંક (ઉ.વ.૩૫) તા. ૪ના સાંજે આઠેક વાગ્યે બાઇક હંકારી અમરેલીથી માણેકવાડા તરફ જઇ રહ્યો હતો ત્યારે અમરેલી શ્યામનગર પાસે ઇકો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં હિતેષભાઇને અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર હિતેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તે માટલા વેંચી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે પુત્ર છે. અમરેલી કરીયાણુ લેવા ગયેલ અને ત્યાંથી પરત ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ અમરેલી પોલીસને જાણ કરી હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
