<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન દ્વારા રવિવારે વિનામુલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પ

એઇમ્‍સ હોસ્‍પિટલના નિષ્‍ણાંત તબીબોની ટીમ સેવા આપશેઃ નામ નોંધણી

રાજકોટઃ શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન તેમજ ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સ (એઇમ્‍સ હોસ્‍પિટલ) રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે એસોશીએશનનાં ચેરમેન અને ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાનાં માર્ગદર્શન હેઠળ ‘વિનામૂલ્‍યે મેગા સર્વરોગ નિદાન કેમ્‍પ' નું તા.૯ને રવિવાર સવારે ૯ થી ૧ શાપર (વેરાવળ) ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં રાજકોટના સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટર્સ સેવા આપશે. કેમ્‍પનો લાભ લેવા શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશસએશનનાં ચેરમેન અને ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, પ્રમુખ અમૃતભાઇ ગઢિયા, ઉપપ્રમુખ શ્રી દુષ્‍યંતભાઇ ટીલારા, દિલીપભાઇ ઝાલાવાડીયા, મંત્રી અશ્વિનભાઇ વસાણી, સહમંત્રી રતિભાઇ સાદરીયા સહિતના હોદેદારો દ્વારા અનુરોધ કરાયો છે.

કેમ્‍પમાં રજીસ્‍ટ્રેશન માટે ફોન.નં. ૦૨૮૧-૨૫૩૮૩૮/૯૩૧૩૩ ૧૧૯૪૪ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો.ના સેક્રેટરી અશ્‍વિનભાઇ વસાણી, ટ્રેઝરર સંજયભાઇ વોરા, જીતેન્‍દ્રભાઇ વિરડીયા અને જેનિશભાઇ સદારીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૪૦.૨૫)

(11:45 AM IST)