<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વાંકાનેર પાલીકાના પ્રમુખ ડિમ્‍પલબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીની વરણી

(લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૬: નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નગરપાલિકાના કોન્‍ફરન્‍સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં  નગરપાલિકાના પ્રમુખ તરીકે ડિમ્‍પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત દિનેશકુમાર સોમાણીની વરણી કરવામાં આવી છે.

ચૂંટણીમાં ચુંટાયેલા તમામ ૨૮ સદસ્‍યો હાજર રહ્યા હતા જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્‍પલબેન હેમાંગભાઈ સોલંકીનો પ્રસ્‍તાવ રજૂ થયો હોય જેને ૨૧ સદસ્‍યોએ સમર્થન આપ્‍યું હતું, જ્‍યારે કોંગ્રેસ તરફથી જાગળતિબેન ચૌહાણને ૦૬ સભ્‍યોએ સમર્થન આપ્‍યું હતું, જ્‍યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી હર્ષિત દિનેશકુમાર સોમાણીને ૨૧ અને કોંગ્રેસના મહંમદભાઈ રાઠોડને ૦૬ સભ્‍યોએ સમર્થન આપ્‍યું હતું. આમ આદમી પાર્ટીના એક સદસ્‍યએ ન્‍યુટ્રલ વલણ દાખવ્‍યું હતું.

મોરબી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્‍ડેડમાં નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સન્ની ભરતભાઈ સુરેલાના નામની દરખાસ્‍ત મુકવામાં આવેલ છે, જેની વરણી નગરપાલિકાની આગામી સામાન્‍ય સભામાં કરવામાં આવશે.

પાલિકાની સામાન્‍ય સભા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે યોજવામાં આવેલ જેના અધ્‍યક્ષ સ્‍થાને નાયબ કલેકટર સાકરીયા અને એના કર્મચારીઓ હાજર રહી પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીના ડિમ્‍પલબેન સોલંકી ને ૨૧ મત મળતા તેઓને પ્રમુખ પદે ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે જ્‍યારે ઉપપ્રમુખ પદે હર્ષિત સોમાણી ને ૨૧ મત મળતા તેઓ પણ ઉપપ્રમુખ પદે ચૂંટાયા હતા જ્‍યારે વિરોધ પક્ષના નેતા મહમદભાઈ રાઠોડ પ્રમુખ પદે જાગળતિબેન ચૌહાણ ને ઉમેદવાર તરીકે ઊભા રાખતા તેઓને છ મત મળેલા જ્‍યારે મહમદભાઈ રાઠોડ ને ઉપપ્રમુખ પદે છ મત મળતા તેઓએ આ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી બિનરીફ નો થાય તે માટે અથાગ પ્રયત્‍ન કરેલ પરંતુ ભાજપની બહુમતી હોય જેના સત્તાસ્‍થાને ભાજપે પ્રમુખ ઉપપ્રમુખને ચૂંટાયા હતા. આ મિટિંગમાં વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા  ૧૫ સભ્‍યો અને ૧૩ બિનહરીફ સભ્‍ય ૧૩ ચૂંટાયા હતા જે તમામ આજની મિટિંગમાં હાજર રહેતા ભાજપને ૨૧ અને કોંગ્રેસને છ મત મળે એક સભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા એ મતદાન કરેલ ન હતુ જ્‍યારે ચૂંટણીની તમામ કામગીરી પૂરી કરવામાં આવેલ છે. (૪.૮)

(11:46 AM IST)