News of Thursday, 6th March 2025
ઝાલાવાડનાં ભાજપમાં જૂથવાદનો ઉકળતો ચરૂ થાનગઢમાં ઉભરી આવ્યો!
પ્રથમ સામાન્ય સભામાં ૧૩ સભ્યો જ હાજર : ૧૨ની ગેરહાજરી વચ્ચે પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરીફ જાહેર

ચોટીલા,તા.૬ : ઝાલાવાડનાં સિરામિકસ નગર થાનગઢ નગર પાલિકાનાં સુકાની માટે ભાજપમાં ઉકળતા જુથવાદ ઉભરી આવેલ જોવા મળેલ અનેપ્રથમ સામાન્ય સભામાં ૧૩ સભ્યોની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ ની બિન હરીફ ચૂટાયેલા જાહેર થયા હતા
પાલિકામાં શહેરનાં વિકાસનાં વિવાદો વચ્ચે ભાજપનું શાસન જાળવવામાં યથાવત રહેલ જેને લઈને બુધવારનાં પાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી ચોટીલા નાયબ કલેક્ટર હર્ષદ મકવાણાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમા ભાજપનાં ૨૫ પૈકી ફક્ત ૧૩ સભ્યો હાજર રહ્યા હતા અને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે સિંગલ ફોર્મ રજૂ થતા પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ દેવુભા રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ભુરાભાઈ અલગોતર ને બિન હરીફ પ્રમુખ અધિકારીએ જાહેર કરેલ હતા.
ચૂટાયેલા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા એ મિડીયા ને જણાવ્યું હતું કે થાનગઢ શહેરનાં નાગરીકો અને પાર્ટી એ મુકેલા વિશ્વાસ લોકોનાં કામ અને શહેરનાં વિકાસ દ્વારા સાર્થક કરીશું, ગેર હાજર સભ્યો અંગે આગેવાન પ્રતાપભાઇ એ કેટલાક સભ્યોની ગેર સમજૂતી હોવાનું અને ઘરની વાત છે સમયે ઘી ના ઠામમાં ઘી પડે જશે તેમ જણાવી જુથવાદની વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો
પાલિકાની બેઠક પહેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનનાં હોદ્દેદારોએ પાર્ટી નાં હાજર સભ્યો અને આગેવાનો સાથે બ્રમ્હસમાજની વાડી ખાતે બેઠક કરી પાર્ટી દ્વારા પસંદ કરાયેલ બંન્ને પ્રમુખ હોદ્દેદારોનાં નામનો વ્હીપ જાહેર કર્યો હતો.
બે દિવસ પૂર્વે જ થાનગઢનું રાજકારણ ગરમાયું હતું જેમા કેટલાક સભ્યો ને બહાર લઈ જવાયા હોવાનું જાણવા મળતા જુથવાદ નો ઉકળતો ચરૂ ચૂંટણીમાં બાધા રૂપ ના બને તે રોકી રખાયા હોવાની ચર્ચા ઉઠી હતી.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
