તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
દિવના દરીયામાં લાપત્તા ચારેય ખલાસીની શોધખોળ : ૪ શંકાસ્પદ જહાજની તપાસ

દિવ, તા., ૬: દિવના દરીયામાં મોટા જહાજે ‘નિરાલી' નામની ફીશીંગ બોટને ટક્કર માર્યા બાદ ૪ ખલાસીઓ દરીયામાં લાપત્તા થતા તેની શોધખોળ કોસ્ટગાર્ડ ટીમ દ્વારા શરૂ કરાઇ છે.
જયારે ૪ શંકાસ્પદ જહાજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
વણાકબારા ચુની દેવા બારીયાની નિરાલી નામની ફિશીંગ બોટ તા.૧૮મીએ માછીમારી કરવા માટે નીકળી પછી ગત રાત્રે વણાકબારા પરત ફરતી હતી તે દરમિયાન સમુદ્રમાં કોઇ મોટા જહાજે બોટને ટક્કર મારી દેતા બોટ પલ્ટી ગઇ હતી અને ડુબવા લાગી હતી.
નિરાલી બોટમાં ટંડેલ સહીત સાત ખલાસી સવાર હતા. એ પૈકી ટંડેલની નીલમ નરશી તથા બે ખલાસી અનિલ રમેશ અને જલારામ ગોવિંદને આજે સાંજે બીજી બોટના ખલાસીઓ દ્વારા ઉગારી લેવામાં આવ્યા હતા.
એ ત્રણેય પણ ગત રાતથી આજે સાંજ દરમિયાન કલાકો સુધી દરીયામાં મોત સામે ઝઝુમતા રહયા હતા અને ૪ ની શોધખોળ હાથ ધરાઇ છે. (૪.૧૨)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
