News of Thursday, 6th March 2025
દેવભુમી દ્વારકા જીલ્લામાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનો ધમધમાટ
ભાવિકો માટે ઠેર-ઠેર સેવાકાર્યોઃ છાસ, સરબત, નાસ્તો, ભોજનની વ્યવસ્થા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૬: દ્વારકા જીલ્લાના ચારધામ પૈકીના ભારતના યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે હોળી ધુળેટી તહેવારના દરમ્યાન વિશિષ્ઠ ફુલડોલ ઉત્સવ યોજાયો હોય તે સમયે પદયાત્રા કરીને જવાનું ખુબજ મહત્વ હોય રોજ હજારો પદયાત્રીઓ રસ્તા પર ચાલીને દ્વારકા જતા હોય તેમના માટે ઠેરઠેર સેવાકેમ્પનું આયોજન પણ શરૂ થયું છે.
ફુલડોલ ઉતસ્વમાં ચરથી પાંચ લાખથી વધુ પદયાત્રી સમુહમાં છેક વડોદરા, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, જામનગર, ખંભાળીયાથી પગપાળા ભગવાનના નામ સાથે તથા ગાડીઓમાં ડીજેના ધમધમાટ સાથે નીકળે છે પણ આ વખતે સેવાકેમ્પ જે મોટાભાગે ૪/પ માર્ચથી શરૂ થાય તેની પહેલાજ પદયાત્રી નાના સમુહમાં શરૂ થઇ ગયા હતા.
પદયાત્રીઓ શરૂ થતા છેક જામનગરથી આગળ રાજકોટ રોડ પરના ગામોથી પદયાત્રી સેવાકેમ્પ શરૂ થાય છે જે ઠેરઠેર ચાલે છે તથા રીલાયન્સ જેવી કંપની પણ વિશિષ્ઠ કેમ્પ રાખે છે.
તો ખંભાળીયા શહેરની નજીકના વિસ્તારો દાંતા, સિંહણ, જોગવડ, ચારરસ્તા, ખોડીયાર મંદિર, પોરબંદર પાળ, દાત્રણા પગીયા, વડત્રા પાટીયા, લીંબડી પાટીયા, રાણપાટીયા, રણજીતપુર, સહિતના ગામોમાં વ્યાપક સેવા કેમ્પ શરૂ થયા છે.(૨.૧૮)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
