<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ભાયાવદરમાં પ.પ૦ ના ૭.ર૦ લાખ આપ્‍યા છતા પિતા-પુત્ર વ્‍યાજખોરની પઠાણી ઉઘરાણી

ખાખી જાળીયાના નટુભાઇ કરમુર તથા તેના પુત્ર મેરામણ સામે ભાયાવદરના ગીરીશભાઇ કાસુન્‍દ્રાની ફરીયાદ

રાજકોટ, તા. ૬: ભાયાવદરના વૃધ્‍ધે બિમારી માટે લીધેલ પ.પ૦ લાખના ૭.ર૦ લાખ રૂપિયા ચુકવ્‍યા હોવા છતા ખાખીજાળીયા ગામના વ્‍યાજખોર પિતા-પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી અપાતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાયાવદર ગંજીવાડા શેરી નં. ર માં રહેતા વૃધ્‍ધ ગીરીશભાઇ મોહનભાઇ કાસુન્‍દ્રા (ઉ.વ. ૬૦) એ નટુભાઇ કરમુર તથા તેના પુત્ર મેરામણ કરમુર રે. ખાખીજાળીયા ગામ સામે ભાયાવદર  પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને પેરેલીસીસનો એટેક આવતા આરોપીઓ પાસેથી પ.પ૦ લાખ વ્‍યાજે લીધા હતા જેમાં ચાર લાખ રૂપીયાનું માસીક વ્‍યાજ  ૭ ટકા લેખે તથા દોઢ લાખ રૂપીયાનું ૮ ટકા લેખે વ્‍યાજ આપેલ હતું. ફરીયાદીએ પ.પ૦ લાખની સામે ૭.ર૦ લાખ રૂપીયા આપી દીધા હોવા છતા આરોપીઓ ફરીયાદીના પુત્ર અભિષેકને ધમકી આપી મુદલ તથા વ્‍યાજની રકમ માટે પઠાણી ઉઘરાણી કરે છ.

આ ફરીયાદ અન્‍વયે ભાયાવદર પોલીસે ખાખીજાળીયા ગામના વ્‍યાજખોર પિતા-પુત્ર સામે ગુન્‍હો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે

(12:11 PM IST)