<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

થાનગઢમાં ગોડાઉનમાં આગ લાગતા : કરોડોની મગફળી ભસ્‍મીભૂત : જુઓ વિડિયો

ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી એફસીઆઇના ગોડાઉનમાં રાખી હતી : આગના કારણ અંગેની તપાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: ફરીવાર સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ ખાતે એફસીઆઇ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી રાખવામાં આવી હતી તેમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે અને ગોડાઉનમાં રહેલી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાક થઈ જવા પામી છે.

સુરેન્‍દ્રનગર તેમજ સ્‍થાન લીમડી ચોટીલા સહિતના ફાયર ફાઈટરોને જાણકારી આપવામાં આવી છે અને તાત્‍કાલિક થાનગઢ ગામ ખાતે જે એફસીઆઇ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં જે આગ લાગવાની ઘટના બની છે જે આગને કાબુમાં લેવા માટે તાત્‍કાલિક ફાયર ફાઈટરને પણ જાણ કરવામાં આવી છે અને હાલમાં જ્‍યાં આગ લાગી છે તે તમામ વિસ્‍તારને આજુબાજુમાં ખસી જવા માટેની પણ જાણકારી આપવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જ્‍યારે આગ લાગવા પાછળનું કારણ શું તેની પણ હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળી એફસીઆઇ ગોડાઉનમાં રાખવામાં આવી હતી ત્‍યારે આજે આ અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે અને વિકરાળ આગ લાગવાના કારણે અંદર રાખેલી ટેકાના ભાવની મગફળી બળી અને ખાક થઈ જવા પામી છે ત્‍યારે હાલમાં તપાસનો વિષય છે કે આ કેવી રીતે લાગી અને આગ લાગવા અને નુકસાન થવાનો અંદાજ કેટલો થાય છે તે પણ હવે જોવાનું રહ્યું ત્‍યારે હાલમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર કામે લાગ્‍યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

(1:38 PM IST)