<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. વિનુભાઇ ભંડેરીની વરણી

(મુકુંદ બદિયાણી દ્વારા) ભાવનગર તા.૬:  જામનગર  જિલ્લા ભાજપ પ્રમુખની વરણી આજે કરવામાં આવી છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. વિનુભાઈ ભંડેરીની વરણી કરાઈ છે.

ભાજપ કાર્યાલય ખાતે સંકલન મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે.જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. વિનુભાઈ ભંડેરીની  વરણી કરવામાં આવતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્‍છા પાઠવી છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર) (૯.૩૧) ᅠ

 

વિજય, તેના પત્‍નિ, બે ભાઇઓ પર પથ્‍થરમારો કરી અજાણ્‍યા શખ્‍સો વાળની લૂંટ કરી ગયા!

માધાપર ચોકડી ઓવર બ્રીજ નીચે રાત્રે બનાવઃ ઘરે ઘરેથી જુના ઉતરેલા વાળ ખરીદી વેંચીને ગુજરાન ચલાવતાં પરિવારના ચાર સભ્‍યો સારવાર હેઠળઃ ૧૮ હજારના ત્રણ કિલો વાળ પડાવી જવાયાનું કથન

રાજકોટ તા. ૬: શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડી ઓવર બ્રીજ નીચે ઝૂપડામાં રહેતાં અને ઘરે ઘરેથી જુના વાળ ઉઘરાવી વેંચીને ગુજરાન ચલાવતાં યુવાન, તેના પત્‍નિ અને બે ભાઇઓ પર રાતે તે સુતા હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કરી પથ્‍થરના આડેધડ ઘા કરી ઇજા પહોંચાડતાં અને તેની પાસેની જુના ત્રણેક કિલો વાળની લૂંટ કરી ભાગી જતાં ઘવાયેલા ચારેય સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ માધાપર બ્રીજ નીચે રહેતો સાજન બાબુભાઇ પરમાર (ઉ.વ.૩૦), તેની પત્‍નિ શારદા સાજનભાઇ પરમાર (ઉ.વ.૨૮) અને તેના બે ભાઇઓ વિજય બાબુભાઇ પરમાર (ઉ.વ.૨૪) તથા સુરજ બાબુભાઇ પરમાર (ઉ.વ.૨૩) રાતે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. પોતાના પર અજાણ્‍યા શખ્‍સોએ પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડયાનું કહેતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ ગાંધીગ્રામ પોલીસને કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી સાજને કહ્યું હતું કે અમે ઘરે ઘરેથી જુના ઉતરેલા વાળ વેંચાતા લઇએ છીએ અને વીગ બનાવવા સહિતના કામ માટે આ વાળ ખરીદનારા વેપારીઓને વેંચીને ગુજરાન ચલાવીએ છે. અમે આ રીતે ત્રણેક કિલો વાળ એકઠા કર્યા હતાં. એક કિલો વાળની કિંમત આશરે ૬ હજાર જેવી થાય છે. હુમલો કરનારા અમારા સમાજના જ હતાં અને એ પણ વાળનો ધંધો કરવાવાળા હતાં. અમારા પર પથ્‍થરમારો કરી ત્રણેક કિલો વાળ લૂંટી ગયા હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૨)

(3:38 PM IST)