<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ચોરવાડ પાલિકામાં પ્રમુખપદે બેનાબેન ચુડાસમાઃ ઉપપ્રમુખ દિલીપ શાહ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૬: ચોરવાડ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ નંબર ૫માંથી ચૂંટાયેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેનાબેન હીરાભાઈ ચુડાસમા તથા ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર ૪માંથી ચૂંટાયેલ દિલીપકુમાર લક્ષ્મીદાસ શાહની બિન હરીફ વરણી કરવામાં આવી છે.

આ તક કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ચારે ચાર સદસ્‍યોની ગેરહાજરીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ થયા છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જેનાગઢ)

(1:37 PM IST)