<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વિસાવદર પાલિકાના પ્રમુખપદે દયાબેન સોલંકી ઉપપ્રમુખપદે રમેશભાઈ માંગરોળીયા ચૂંટાયા

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૬ : વિસાવદર નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી. જેમાં પ્રમુખપદે વોર્ડ નં.૧ના સદસ્‍ય શ્રીમતિ દયાબેન ભરતભાઈ સોલંકી તથા ઉપપ્રમુખપદે વોર્ડ નં.૬ના સદસ્‍ય શ્રી રમેશભાઈ વજુભાઈ માંગરોળીયા ચૂંટાયેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વિસાવદર નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં કુલ-૨૪ બેઠકો પૈકી ભાજપ ૨૧ બેઠકો સાથે તોતિંગ બહુમતીથી ચૂંટાઈ આવેલ જેથી વધુ એક વખત પાલિકા પર ભાજપના હોદ્દેદારો સતારૂઢ થયેલ છે.

પાલિકાના નવનિયુકત પદાધિકારીઓને ભાજપના સંગઠનના હોદેદારો-આગેવાનો-કાર્યકરો-નગરજનો શુભેચ્‍છા-અભિનંદન પાઠવી રહ્યા છે. વિસાવદર નગર પાલિકા પર અત્‍યાર સુધી વહીવટદાર શાસન હતુ. આજથી પ્રજાકીય બોડીએ કાર્યભાર સંભાળી લીધેલ છે.

(1:39 PM IST)