તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Thursday, 6th March 2025
જેતપુર નવાગઢ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના મેનાબેન ઉસદડિયા સતારૂઢ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયેલ જેમાં કુલ ૪૪ બેઠકોમાંથી ૩૨ બેઠકો ભાજપ એ કબજે કરી સંપૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં ભાજપનો ભોગવો લહેરાયો હતો ગતરોજ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી હોય ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાયેલ જેમાં ભાજપના મેનાબેન રાજેશભાઈ પ્રમુખ સ્વાતિબેન સંજયભાઈ જોટંગીયા ઉપપ્રમુખ વિજયભાઈ ગુજરાતી કારોબારી ચેરમેન તરીકે બહુમતીથી ચૂંટાયેલ પ્રમુખ તરીકે ચુકાતા મેનાબેનનું વિજય સરઘસ વાતે ફટાકડાની આતિશબાજી સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરેલ. આ વિજય સરઘસમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જયંતીભાઈ રામોલિયા સહિતના આગેવાનો જોડાયા હતા. આજરોજ સવારે ૧૧:૩૦ કલાકે મેંનાબેન એ પોતાનો પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા આજથી તેમનો કારભાર શરૂ થયેલ.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
