<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જૂનાગઢમાં મેયર સહિતનાએ કાર્યભાર સંભાળ્‍યો

મેયરશ્રી ધર્મેશભાઇ પોશીય, ડે. મેયર આકાશભાઇ કંટારાઃ સ્‍થાયી સમિતિના સૌ પ્રથમ મહિલા અધ્‍યક્ષ તરીકે પલલવીબેન એસ. ઠાકરની શાસકપક્ષના નેતા મનનભાઇ અભાણી અને દંડક તરીકે કલ્‍પેશભાઇ અજવાણીની નિમણુંક

(વિનુ જોશી દ્વારા) તા. ૬: જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભા તા.૦૫/૦૩/૨૦૨૫ ને બુધવાર,સમય : બપોરે ૩ કલાકે સ્‍થળઃશ્રી પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય સભાખંડ ત્રીજો માળ, મહાનગરપાલિકા કચેરી,આઝાદ ચોક જુનાગઢ ખાતે મળેલ છે.જેમાં અધ્‍યક્ષ ડો.ઓમ પ્રકાશ દ્વારા સર્વે કોર્પોરેટર તથા પત્રકારઓ નું સ્‍વાગત કરવામાં આવેલ,આ તકે નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા તથા કોર્પોરેટરઓ અને તમામ શાખાધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી કલ્‍પેશભાઈ જી.ટોલિયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

૧.જી.પી.એમ.સી. એકટ અન્‍વયે અઢી વર્ષ માટે મેયર (જનરલ)ની ચુંટણી કરવા માટે પ્રવીણભાઈ તેજાભાઈ વાઘેલા દ્વારા વિનસ ભાઈ નીતિનભાઈ હદવાણીના ટેકાથી ધર્મેશભાઈ ધીરુભાઈ પોંશીયાની મેયર પદ માટે દરખાસ્‍ત કરવામાં આવી,જેમાં ૨.૫(અઢી) વર્ષની મુદત માટે મેયરશ્રી ધર્મેશભાઈ ધીરુભાઈ પોંશીયા બિનહરીફ ચુટાયેલ છે.

૨.જી.પી.એમ.સી.એકટ અન્‍વયે શ્રીભાવનાબેન ચેતનભાઈ વ્‍યાસ દ્વારા  ચેતનભાઈ હરસુખલાલ ગજેરાના ટેકાથી શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારાની ડે.મેયર પદ માટે દરખાસ્‍ત કરવામાં આવી,જેમાં ૨.૫(અઢી) વર્ષની મુદત માટે ડેપ્‍યુટી મેયર તરીકે  આકાશભાઈ કરમણભાઈ કટારા બિનહરીફ ચુટાયેલ છે.

૩.જૂનાગઢ મહાનગરપાલિકાની સ્‍થાયી સમિતિના નવા ૧૨- સભ્‍ય ઓની ૨.૫ (અઢી) વર્ષ માટે નિમંણુક કરવામાં માટે શ્રી આધ્‍યાશક્‍તિબેન અપૂર્વભાઈ મજમુદાર દ્વારા  પરાગભાઈ જયેન્‍દ્રભાઈ રાઠોડના ટેકાથી દરખાસ્‍ત કરવામાં  આવેલ,જે મુજબ (૧.)  પલ્લવીબેન ઠાકર (૨.) બાલાભાઈ રાડા (૩.)  સંજયભાઈ મણવર (૪.)  ફુલ્લાબેન ખેરાળા (૫.)  કુસુમબેન અકબરી (૬.) નીલેશભાઈ પીઠીયા (૭.)  વિનશભાઈ હદવાણી (૮.)  અંકીતભાઈ માવદીયા (૯.) પ્રવીણભાઈ વાઘેલા (૧૦.)  વનરાજભાઈ સોલંકી (૧૧.)  ઇલાબેન બાલસ (૧૨.)  વિમલભાઈ જોષી બિનહરીફ ચુટાયેલ છે.તેમજ  વનરાજભાઈ વિપુલભાઈ સોલંકી દ્વારા સંજયભાઈ જમનાદાસ મણવરના ટેકાથી શ્રી પલ્લવીબેન એસ. ઠાકરની સ્‍થાયી સમીતીના અધ્‍યક્ષ પદ માટે દરખાસ્‍ત કરવામાં આવી.જેમાં જુનાગઢ મહાનગર પાલિકાના સૌ પ્રથમ વખત સ્‍થાયી સમિતિના મહિલા અધ્‍યક્ષ તરીકે  પલ્લવીબેન એસ. ઠાકર બિનહરીફ ચુટાયેલ છે.

૪.શાસક પક્ષના નેતા મનનભાઈ ધીરજલાલ અભાણી અને દંડક તરીકે શ્રી કલ્‍પેશભાઈ કિશોરભાઈ અજવાણીની શાસકપક્ષ દ્વારા નિમણુંકની જાહેરાત કરવામાં આવી. આ તકે કમિશનરશ્રી દ્વારા ચુટાયેલ પદાધિકારીઓ અને સભ્‍યઓને શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:49 PM IST)