<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ધોરાજી નગરપાલિકા પ્રમૂખ તરીકે સંગીતાબેન બારોટ ઉપ પ્રમૂખ ચિન્‍ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન તરીકે સી.સી અંટાળા

 

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી, તા.૬: ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં કુલ ૯ વોડ  ૩૬ બેઠકોની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને ૨૪ સીટો મળી છે કોંગ્રેસને ૧૨ બેઠકો મેળવી છે.

ધોરાજી નગરપાલિકા નાં પ્રમૂખ ,ઉપ પ્રમૂખની ચુંટણી નાયબ કલેકટર નાગાજણ તરખાલાનાં પ્રમૂખ સ્‍થાને યોજાઇ હતી જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે ભાજપના સંગીતાબેન ચેતનભાઈ બારોટનો વિજય થયો છે. નગરપાલિકા ઉપ પ્રમૂખ તરીકે ચિન્‍ટુભાઈ રણછોડભાઈ કોયાણી વિજેતા બન્‍યા છે.

ધોરાજી નગરપાલિકામાં પ્રમૂખ તરીકે ભાજપના સંગીતાબેન ચેતનભાઈ બારોટ તથા ઉપ પ્રમૂખ તરીકે યુવા અગણી ચિન્‍ટુભાઈ રણછોડભાઈ કોયાણી વિજેતા બનતાં ભાજપના અગ્રણી ઓ નવ નિયુક્‍ત પ્રમૂખ, ઉપ પ્રમૂખ સહિતના હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવીને સ્‍વાગત કર્યું હતું.

જ્‍યારે જિલ્લા ભાજપ દ્વારા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે બજરંગ ગ્રુપના પ્રમુખ સી.સી અંટાળાની નિમણૂક કરવામાં આવી હતી.

ધોરાજી નગરપાલિકાનાં નવનિયુક્‍ત પ્રમૂખ સંગીતાબેન બારોટે જણાવ્‍યું હતું. ધોરાજી શહેરનાં વિકાસ કામો વેગવંતા બનાવવામાં આવનાર છે શહેરનાં વિકાસ કામો તેમજ મુખ્‍ય ધોરાજી શહેરનું પાણીનો પ્રશ્‍ન છે તે અમો તાત્‍કાલિક પાણીના પ્રશ્‍નો નિકાલ લાવીશું તેવી પ્રથમ દિવસે ચાર સંભાળતા ખાતરી આપી હતી.

ધોરાજી નગરપાલિકાનાં ઉપ પ્રમૂખ ચિન્‍ટુભાઈ રણછોડભાઈ કોયાણી તથા સી.સી અંટાળા એ જણાવ્‍યું હતું કે નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામો શહેરમાં હાથ ધરવામાં આવનાર છે.

(2:02 PM IST)