<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

પોરબંદરમાં બાવળના જંગલની વિકરાળ આગ ૬ કલાકે કાબુમાં આવી

૩ કીમી વિસ્‍તારમાં ફેલાય ગયેલી આગને કારણે નજીકના રહેણાંક મકાન લોકોને ખાલી કરાવાયાઃ સ્‍કુલના જરૂરી દસ્‍તાવેજો બહાર કાઢી લેવાયેલાઃ આગને કાબુમાં લેવા નેવી અને કોસ્‍ટગાર્ગની મદદ તથા ધોરાજીથી ફાયર ફાયટરોની ટીમ બોલાવેલી પોરબંદરના ઓડદર અને રતનપર જંગલમાં વારંવાર લાગતી આગ ચોક્કસ તત્‍વો લગાડે છે. કે આગ લગાવવાના અન્‍ય કરણોઃ જે અંગે ઉંડાણ પૂર્વક તપાસ નહીં થતી હોવાની લોકોમાં ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૬: અહીં ધીંગેશ્‍વર મંદિરની પાછળના ભાગમાં બાવળના જંગલમાં ગઇકાલે લાગેલી આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા આ આગ બુઝાવવા માટે નેવી અને કોસ્‍ટગાર્ડની મદદ લેવામાં આવી છે. આગ બુઝાવવા ધોરાજીથી ફાયર ફાયટરોની ટીમ બોલાવી હતી. અને ૬ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગથી જાનહાનિ થઇ નથી.

આગથી અંદાજે ત્રણ કિ.મી.ના એરિયામાં પ્રકળતિ અને પર્યાવરણને  મોટુ નુકસાન થઈ ચુકયું હતું. દર વખતની જેમ આ વખતે પણ આગ લાગવા પાછળના કારણ સુધી કોઈ તંત્ર પહોંચી શકયુ ન હતું.

બપોરે એકાદ વાગ્‍યાના સુમારે છાયાના ચાડેશ્વર ધીંગેશ્વર મંદિર પાછળના ઝાડી ઝાંખરાવાળા એરિયામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને દરિયા કાંઠા નજીકના આ વિસ્‍તારમાં ભારે પવન કુંકાતો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધુ હતું. બિરલા કોલોનીના કવાર્ટર સુધીના અંદાજે બે કિ.મી.ના એરિયા સુધી આગ પ્રસરી ગઇ હતી. પોરબંદર ફાયરબ્રિગેડના જવાનો ત્રણ જેટલા ફાયરફાઇટર લઇને તાત્‍કાલિક પહોંચી ગયા હતા તે ઉપરાંત ખાનગી કંપનીઓ અને સુરક્ષા એજન્‍સીના ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત પછી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ બીરલા કોલોની સુધી પહોંચી ગઈ હતી તેથી પાછળના વિસ્‍તારમાં ક્‍વાર્ટરમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્‍બા સહિત જ્‍વલનશીલ પદાર્થો બહાર કાઢી લેવામાં આવ્‍યા હતા, જો કે ત્‍યાં સુધી આગ પહોંચી શકી ન હતી.

સુરક્ષાના ભાગ રૂપે જે.સી.બી. વડે વચ્‍ચેના ભાગે ખાડા ખોદીને આગ ફેલાતી અટકાવવામાં આવી હતી.

બે કિ.મી.ના એરિયામાં ફેલાયેલી આગને કાબુમાં લેવા માટે  મહાનગરપાલિકાના ફાયર જવાનો પહોંચી શકે તેમ નહીં હોવાથી, કોસ્‍ટગાર્ડ, નેવી, ્ર કેમિકલ્‍સ ફેકટરી, સીમેન્‍ટ ફેકટરી વગેરેના ફ્રાયર ફાઇટરો અને પાણીના ટેન્‍કરોને દોડાવવામાં આવ્‍યા હતા. આગને કાબુમાં લેવા ધોરાજીથી ફાયર ફાઇટરની ટીમ બોલાવવામાં આવી હતી.

 શહેર નજીક ઇન્‍દિરાનગર સહિત ઓડદર અને રતન પરની ઝુરીઓમાં વારંવાર આ પ્રકારે ચોક્કસ તત્‍વો દ્વારા આગ લગાડવામાં આવે છે. આ બાબતે તટસ્‍થ તપાસ કરવામાં આવે તો ઘણુ બધુ બહાર આવે તેમ છે. તેવું લોકો કહી રહ્યાં છે.(

(2:03 PM IST)