<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ભાવનગર શહેર ભાજપના પ્રમુખપદે કુમાર શાહની વરણી

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬:  ભાવનગર શહેર ભાજપના પ્રમુખ પદે કોર્પોરેટર અને પૂર્વ ડેપ્‍યુટી મેયર અને કોર્પોરેટર કુમાર શાહ ની નિમણુક થઈ છે . ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે પ્રદેશ ભાજપમાંથી પૂનમબેન માડમ ની ઉપસ્‍થિતિમાં શહેર ભાજપના પ્રમુખ નું નામ જાહેર કરવામાં આવ્‍યું હતું. શહેર ભાજપ પ્રમુખ તરીકે વોર્ડ નંબર ૬ પીરછલ્લા વોર્ડ ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્‍યુટી મેયર કુમારભાઈ શાહ ના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે ને સૌ આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:51 PM IST)