News of Thursday, 6th March 2025
સુરેન્દ્રનગરના થાનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ફરી લાગી આગ
JCB દ્વારા મગફળીનો જથ્થો બહાર કાઢવાની કામગીરી શરૂ :આગને કાબૂમાં લેવા માટે તંત્રની તમામ ટીમો લાગી કામે

સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ફરી આગ લાગી છે. આગ પર પહેલા કાબૂ મેળવ્યા બાદ, આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટ, ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોચી ગઈ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી આ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગોડાઉનમાં 25 હજારથી વધુ મગફળીની બોરી રાખવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. JCB દ્વારા મગફળીનો જથ્થો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. આગને કાબૂમાં લેવા માટે તંત્રની તમામ ટીમો લાગી કામે ગઈ છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
