<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત : પરિવારજનોએ બેદરકારીનો લગાવ્યો આક્ષેપ

હોસ્પિટલે કહ્યું પીએમ રિપોર્ટમાં થશે તમામ ખુલાસો: દર્દીને છાતીમાં દુખાવો અને ઉલ્ટીઓ થઇ હતી. સ્ટાફને બોલાવવા છતા કોઈ ધ્યાન ના અપાયું હોવાના આક્ષેપ કરાયો

જૂનાગઢ શહેરની શ્રીજી હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ થયો છે. 4 માર્ચે પિત્તાશયમાં સોજાની તકલીફને લઇને મહિલા દર્દીને દાખલ કરાયા હતા. કેશોદના રહેવાસી દર્દી મનીષા વાઘેલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. 

દર્દીને છાતીમાં દુખાવો અને ઉલ્ટીઓ થઇ હતી. સ્ટાફને બોલાવવા છતા કોઈ ધ્યાન ના અપાયું હોવાના આક્ષેપ કરાયો છે. જો કે, શ્રીજી હોસ્પિટલનું કહેવું છે કે, દર્દીને તમામ જરૂરી સારવાર અપાઈ હતી. દર્દીને આજે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. પીએમ રિપોર્ટ બાદ વધુ માહિતી જાણી શકાશે

(10:32 PM IST)