News of Thursday, 6th March 2025
અમરેલીના લાઠીના હવતડ અને ઇગોરાળા વચ્ચે રિક્ષા અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત: બાળકી સહિત 3 લોકોના મોત
માર્ગ અકસ્માતમાં બે શખ્સો અને એક બાળકીનું મોત થયું:અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને દામનગર સિવિલ હોસ્પિટલમાં પી.એમ લઇ જવાયા

લાઠી તાલુકાના હવતડ અને ઇગોરાળા વચ્ચે રિક્ષા અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. આ એક્મતમાં રિક્ષાચાલક ઘાયલ થતા અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ખારાના દેવીપૂજક પરીવાર મોટર સાયકલ પર જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં બે શખ્સો અને એક બાળકીનું મોત થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને દામનગર સિવિલ હોસ્પિટલમાં પી.એમ લઇ જવાયા છે.
મૃતકોની યાદી:જગદીશભાઈ વાઘેલા,દીનેશભાઇ વાઘેલા, રાજલબેન વાઘેલા ઉમર વર્ષ 3
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
