<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

સુત્રાપાડામાં ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્‍કની બેઠક જશાભાઇ બારડના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૭: ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્‍ક લી. ની વેરાવળ અને સુત્રાપાડા તાલુકા બ્રાન્‍ચના પ્રમુખો મંત્રીઓ અને શાખા મેનેજરો ની મિટિંગ સુત્રાપાડા મુકામે બેન્‍ક ડાયરેક્‍ટર અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્‍યક્ષ સ્‍થાને પાક ધિરાણની નીતિ અંગે યોજવામાં આવેલ.

આ મિટિંગ માં વેરાવળ અને સુત્રાપાડા તાલુકા બ્રાન્‍ચના પ્રમુખો, મંત્રીઓ, ડાયરેક્‍ટરો તેમજ બેન્‍કના મેનેજર અને કર્મચારી હાજર રહેલ હતા જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ધિરાણ મર્યાદા જે રૂ. ૩ લાખ હતી તે ધિરાણ મર્યાદા વધીને હવે રૂ. ૫ લાખ અને એ પણ ૦% વ્‍યાજે કરવામાં આવેલ છે તે બાબતની માહિતી આપવામાં આવેલ. ઉપરાંત મંડળી દ્વારા સભાસદોનો અકસ્‍માત વીમો જે પહેલા રૂ. ૧ લાખ હતો તે વધીને હાલ બેન્‍ક દ્વારા રૂ. ૩ લાખ કરવામાં આવેલ છે.

આ બેઠકમાં ખેડૂતોને ધિરાણ સમયસર મળી રહે તે માટે મંડળીઓ દ્વારા સમયસર શાખ પત્રકો રજૂ કરવા અને સમયસર ધિરાણ કરવા આહવાહન કરેલ છે. સરકારશ્રીની યોજનાઓ PMJJPY, PMSBY, યોજના અંગે જાણકારી આપવામાં આવેલ તેમજ બેન્‍કની વિવિધલક્ષી યોજનાઓ, પશુપાલન યોજના, ગોડાઉન યોજના વિષે જાણકારી આપી. ગ્રામ્‍ય કક્ષાએ બેંકિંગ વ્‍યવસ્‍થા થી વંચિત ના રહે તે માટે માઇક્રો ખ્‍વ્‍પ્‍  મંડળી દ્વારા લેવા માટે આહવાહન કરેલ હતું. સરકારશ્રી ના પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત દૂધ મંડળીના સભાસદોના ખાતાઓ ખોલવા માટેની જાણકારી  તેમજ બેન્‍કની મુદ્દત વીતેલ તેમજ NPA  લેણા વસૂલાત કરવા અંગે ભાર મૂકવામાં આવેલ હતો. મંડળીઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રવુતિઓ જેવીકે પેટ્રોલ પંપ, શોપિંગ મોલ, વગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવા અંગે જાણકારી આપવામાં આવેલ.

ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્‍કના ડાયરેક્‍ટર જશાભાઈ બારડના અધ્‍યક્ષ સ્‍થાને વેરાવળ અને સુત્રાપાડા તાલુકાની યોજવામાં આવેલ આ બેઠકમાં બેન્‍કના ડાયરેક્‍ટર શૈલેન્‍દ્રસિંહ રાઠોડ, દિલીપભાઇ ઝાલા, જેન્‍તિભાઈ ઝાલા, માંડાભાઈ બારડ, દાનસિંહભાઈ પરમાર, વજુભાઈ વાજા, દેવગીરી બાપુ કાજલી, બેન્‍કના સી.ઇ.આઙ્ઘ. કલ્‍પેશભાઈ રૂપાપરા, ડે. મેનેજર ભગતભાઈ ઝાલા, કે.સી. પટેલ, જીજ્ઞેશભાઈ ખોખર, ભીખુભાઈ ઝાલા વાસાવડ, કાળાભાઈ બારડ, કાનાભાઈ બારડ, રામભાઇ બારડ મંત્રી તેમજ બેન્‍કના સ્‍ટાફ ગણ વગેરે હાજર રહ્યા હતા. (૭.૧૭)

(10:30 AM IST)