તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
બગસરાથી દ્વારકાના પદયાત્રાનો પ્રારંભ

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૭: બગસરામાં છેલ્લાં ૧૫ વર્ષથી આ પદયાત્રા ફાગણ મહિનાંમાં હોળી તેમજ ધુળેટીના સમયમાં પદયાત્રનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે ૧૫૦૦ ભાઈઓ તેમજ બહેનો આ પદયાત્રામાં જોડાયા હતા.
આજે સવારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજન કરી અને સમસ્ત ભરવાડ સમાજ એ આજે ધંધા રોજગાર પણ બંધ રાખી અને આ પદયાત્રીઓને વદાય કરવામાં જોડાયેલ આ સંઘ દરરોજ અંદાજીત ૨૫ કિમિ ચાલશે અને ૯ માં દિવસે દ્વારકા પહોંચશે અને ગોમતીનદીમાં સ્નાન કરી અને હોળીમાં ફૂલ ડોલની ઉજવણી કરી પરત ફરશે. આ રસ્તામાં આવતા ગામના ભરવાડ સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ પદયાત્રામાં જોડાય છે અને યાત્રીઓની સંખ્યા વધતી જાય છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
