તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ખુંટીયાની ઢીંકથી ઉનાના રમેશભાઇનું મોત
સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડ્યોઃ બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૭: ઉનાના ભીમપરામાં રહેતાં રમેશભાઇ ગુલાબભાઇ સોલંકી (ઉ.વ.૪૫) ગામમાં ચાલીને જતાં હતાં ત્યારે ખુંટીયાએ ઢીંક મારી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં ઉના, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ઉનાના ભીમપરામાં રહેતાં રમેશભાઇ ગત ૨૭/૨ના રોજ ગામમાં ચાલીને જતાં હતાં ત્યારે સાંજે છએક વાગ્યે ખુંટીયાએ ઢીંક મારી પછાડી દેતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર કારગત ન નીવડતાં સ્વજનો શોકમાં ડુબી ગયા હતાં. રમેશભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં અને છુટક મજુરી કરતાં હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ ઉના પોલીસને જાણ કરી હતી.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
