તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયર વિભાગે મોડી રાતે સંપૂર્ણ કાબૂ મેળવી લીધો : જુઓ વિડિયો
ફાયર વિભાગની 10થી વધુ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી : આગમાં 25 હજારથી વધુ બોરીમાં નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં મગફળીના ગોડાઉનમાં લાગી આગ પર ફાયર વિભાગે મોડી રાતે સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો .
આગ બુઝાવ્યા બાદ સ્થળ અને મુદ્દામાલની કૂલિંગ કરવામાં આવી રહી છે. આ માટે 4 ડમ્પર, 2 હિટાચી અને 1 JCB કાર્યરત રહ્યા. ફાયર વિભાગની 10થી વધુ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી આગમાં 25 હજારથી વધુ બોરીમાં નુકસાન થયું છે , જેમાંથી 3 હજાર જેટલી બોરી સંપૂર્ણ બળી ગઈ છે ચોટીલાના નાયબ કલેક્ટર અને પ્રાંત મામલતદાર 24 કલાકથી સ્થળ પર છે. આગ લગાડવાની આશંકાને તંત્રએ પુષ્ટિ આપી નથી.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
