તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
શ્રી ભુજ લોહાણા બોર્ડીંગ દ્વારા શતાબ્દી મહોત્સવ ની ઉજવણીઃ કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે કચ્છી દાતાઓનું યોગદાન અમૂલ્ય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૭: શ્રી ભુજ લોહાણા બોર્ડીંગ ટ્રસ્ટ્ શતાબ્દી વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.
ટ્રસ્ટ્ના ચેરમેન હીરાલાલભાઈ ઠક્કરે પ્રમુખ સ્થાનેથી સર્વે આમંત્રિતોનું અભિવાદન કરી સ્વાગત કર્યું.પોતાના સ્વાગત પ્રવચનમાં આજના મુખ્ય અતિથિ જસ્ટીસ નિલય અંજારિયાનું અભિવાદન કરતા જણાવ્યું કે અમારી સંસ્થા નસીબદાર છે કે આજના આ પ્રસંગે ચીફ જસ્ટ્રીસ નિલયભાઈ અંજારિયાએ મુખ્ય અતિથિ વિશેષ પદ સાંભળ્યું છે. શ્રી એમ.સી. ચાગલા પછી તેઓશ્રી બીજા કચ્છી છે કે જેઓ આ ઉચ્ચ પદ પર પહોંચી સમગ્ર કચ્છ ને ગૌરવ અપાવેલ છે.
મુખ્ય અતિથિનો પરિચય સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને ધારાશાષાી શંકરભાઈ સચદેએ આપ્યો હતો.
જસ્ટ્રીસ નિલય અંજારિયાએ જણાવ્યું કે પ્રસંગમા માત્ર પ્રયાગ્રરાજમાં જ નથી, અહીં પણ છે.
સંકલ્પ, સમર્પણ અને સફળતા અને તે પણ શિક્ષણ ક્ષેત્રે. મને કચ્છી હોવાના નાતે ગર્વ છે કે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે અંને સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની જ્યોત પ્રસરાવતી રહેશે તેવી મારી શુભેચ્છા.
ટ્રસ્ટ્ની અંગ્રેજી માધ્યમની શાળાની વિદ્યાર્થીની કુમારી કન્હાઈ ગોર દ્વારા કથક શૈલી નળત્યમાં ગણેશ વંદના, બાળકો દ્વારા રામ સ્તુતિ તેમજ બાલિકાઓ દ્વારા ગરબો રજુ કરવામાં આવેલ.
મુખ્ય અતિથિ જસ્ટ્રીસ અંજારિયા પાઘ તથા ખેસ ઓઢાડી સન્માન, સંસ્થાના ટ્રસ્ટ્રી ભરતભાઈ ઠક્કર તેમજ વિનયભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું. અભિવાદન પત્ર નું અર્પણ હીરાલાલભાઈ ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું. ત્યાર બાદ સંસ્થાના ૧૦૧ વર્ષના ઇતિહાસનું દસ્તાવેજી કરણ કરતા સ્મળતિગ્રંથ નું વિમોચન જસ્ટ્રીસ અંજારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
સંસ્થાની શાળાના મકાન બાંધકામ માટે રૂપિયા ત્રણ કરોડનું દાન આપનાર દાતા યોગેશભાઈ પોપટલાલ ઠક્કરનું સન્માન, સાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ તેમજ અભિવાદન પત્રથી કરવામાં આવ્યું. તથા ૨૦૧૭ માં હોસ્ટ્રેલનું નવું સંકુલ બનાવવામાં આવ્યું જે માટે રૂપિયા એક કરોડનું દાન સંસ્થાના ચેરમેન હીરાલાલભાઈ ઠક્કર અને તેમના સુપુત્ર શ્રી જ્યોતીન્દ્રભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું. તેમનું સન્માન જસ્ટ્રીસ શ્રી અંજારિયાના હસ્તે કરવામાં આવ્યું. અભિવાદન પત્રોનું વાચન મનનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.
સમારોહમાં નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર, ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશ ચંદે, પૂર્વ મહાજન પ્રમુખ કિરણભાઈ ગણાત્રા, સમાજના અગ્રણીઓ નવીનભાઈ ઐયા, માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, ભુજ શહેરના પૂર્વ નગર પતિ ઘનશ્યામભાઈ ઠક્કર, અને સામાજિક અગ્રણીઓ હિતેશભાઈ ઠક્કર, ગૌતમભાઈ શેઠિયા, સી.એ. નીતિનભાઈ કે. ઠક્કર, સી.એ. લક્ષ્મીકાન્તભાઈ ઠક્કર, ડો. એમ.પી. ઠક્કર,જિલ્લા શિક્ષણ અધિકારી વાઘેલા તથા સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ, જુદા જુદા શહેરના લોહાણા સમાજના પ્રમુખશ્રીઓ તેમજ ભુજ તેમજ અન્ય શહેરના લોહાણા મહાજનના અન્ય હોદેદારો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વડાઓ તેમજ જુદા જુદા સમાજના અગ્રણીઓ હાજર રહેલ.
મનનભાઈ ઠક્કર તેમજ શ્રીમતી કાજલબેન ઠક્કરે સુત્ર સંચાલન કર્યું હતું. લલિત કોટક આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડી.પી. ઠક્કર, મોહનભાઈ જોબનપુત્રા, કિશોર જોબનપુત્રા, અમિત ઠક્કર, ધીરુભાઈ ઠક્કર, રશ્મી ઠક્કર, બ્રિજેશ ઠક્કર અને મનન ઠક્કર સ્થાનિક કમિટી મેમ્બર્સ તથા પૂર્વ વિદ્યાર્થીઓનો, શાળા શિક્ષકગણ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ હોસ્ટ્રેલ સ્ટાફ નો પૂરો સહકાર મળેલ હતો.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
