તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
જ્ઞાન પ્રકાશ સ્વામીની ટીપ્પણીના વિરોધમાં ઉપલેટામાં રઘુવંશી સમાજ દ્વારા સુત્રોચ્ચાર સાથે આવેદન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા., ૭ : વિરપુરના પૂ. જલારામ બાપાને ફક્ત રઘુવંશી લોહાણા સમાજ નહીં પણ દેશ વિદેશના મોટી સંખ્યામાં અન્ય સમાજના લોકો ને અનેરી શ્રધ્ધા છે દરરોજ ગુજરૂઅને દેશભરમાંથી જાત્રાની બસો તથા ખાનગી વાહનો ભરી માનતા પુરી કરવા વિરપુર આવે છે સૌરાષ્ટ્રભરમાથી ચાલીને માનતા પુરી કરવા આવેછે અને મહત્વની બીજી વાત એ છે કે વિશ્વ નું આ એક એવુ મંદિર છે કે ત્યાં બપોર સાંજ બન્ને ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે પણ કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવામાં નથી આવતો ત્યારે આવા રઘુવંશી સહિત અસંખૂસમાજના આસ્થાના પ્રતીક સમા જલારામ બાપા વિશે સ્વામિનારાયણ ના જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દેશ વિદેશમાં ભારે રોષ ઉભો થયો છે ઉપલેટામાં પણ આજે બપોરે પ્રમુખ કળષ્ણકાંત ચોટાઈની આગેવાની નીચે વિશાળ સંખ્યામાં રઘુવંશી સમાજ તથા અન્ય સમાજના લોકોએ સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે જઈ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
