<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

જ્ઞાન પ્રકાશ સ્‍વામી સામે કાયદાકીય કાર્યવાહી કરવા જેતપુરમાં આવેદન

 

( હિતેન ઓઝા દ્વારા) જેતપુર, તા.૭: સુરતના અમરોલી ખાતે સ્‍વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્‍વામી દ્વારા વિશ્વમાં પૂજનીય સંત શિરોમણી પૂજ્‍ય જલારામ બાપા અંગે પોતાના વક્‍તવ્‍યમાં ટિપ્‍પણી કરેલ જે યોગ્‍ય ન તે સ્‍વામીના બફાટ થી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્‍તોમાં ભારે રોષ ફેલાયો હોય. ગતરોજ શહેરમાં રઘુવંશી સમાજ તેમજ પૂજ્‍ય જલારામ બાપાના ભક્‍તો દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવી આવો બકવાસ કરનાર સ્‍વામી જ્ઞાન પ્રકાશ વિરુદ્ધ કાયદાથી પગલા લેવામાં આવે તેવી માગણી કરેલ છે.

(1:42 PM IST)