<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં મહિલા નેતૃત્‍વને તક, ખૂબ સારૂં શાસન આપશે

નવા પદાધિકારીઓને માંડવિયા અને પાડલિયાની શુભેચ્‍છા

રાજકોટ તા. ૭: ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયાએ ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર પાલિકામાં મહિલા નેતળત્‍વની ભાજપની ભેટને આવકારી છે. મહિલા પ્રમુખોની વરણીને અભિનંદન પાઠવ્‍યા છે. તેઓ જણાવે છે કે મારા મત વિસ્‍તારમાં લોકોએ ફરી ભાજપમાં વિશ્વાસ રાખ્‍યો છે. આ માટે ધારાસભ્‍ય તરીકે હું ફરી મતદારોનો આભાર વ્‍યક્‍ત કરું છું.

તાજેતરમાં નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમત સાથે વિજય બની હતી. ૮ માર્ચના રોજ રાષ્‍ટ્રીય મહિલા દિવસ હોય અને એ પહેલા જ ભાજપા દ્વારા મહિલાઓને મોટી ગિફ્‌ટ આપવામાં આવેલ છે. ત્રણેય પાલિકામાં મહિલા પ્રમુખોની નિમણૂંક થતા ભારતીય જનતા પાર્ટી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની મહિલા સન્‍માન પ્રત્‍યેની કટિબદ્ધતા સામે આવેલ છે. મ પાડલિયા ભાલે છે. તેમ પાડલિયા જણાવે છે.

મહિલા પ્રમુખોની નિમણૂંકને બિરદાવતા પોરબંદર સંસદ અને કેન્‍દ્રીય મંત્રીશ્રી ડો. માંડવીયા એ તમામ નવનિયુક્‍ત પદાધિકારીઓ ને અભિનંદન પાઠવતા જણાવેલ કે, પ્રજાભિમુખ અને સંપૂર્ણ પારદર્શક સાશન સાથે પ્રજાના કાર્યો કરી મોદીજી ના વિકસિત ભારતના સપના ને સાકાર કરવા આહાવન કરેલ છે. ધારાસભ્‍ય શ્રી ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા એ પણ તમામ પદાધિકારીઓ ને અભિનંદન પાઠવત્તા નારિશક્‍તિ ને વંદન સહ અભિનંદન પાઠવી મોદીજીના મહિલા સન્‍માન પ્રત્‍યેની કટિબધતા ને દોહરાવી નારી શક્‍તિને ઉચ્‍ચ પદે બિરાજમાન કરતા દેશ અને પ્રદેશમાં મહિલાઓને સન્‍માન મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અતિવળષ્ટિ સમયે ડો. પાડલીયાએ તેમના ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર સહિતના વિસ્‍તારમાં સતત પ્રજા વચ્‍ચે રહી તેઓની તકલીફને વાચા આપી હતી. તેમજ ખેડૂતોને થયેલી નુકશાનીનું વળતર મળી રહે તે માટે સતત પ્રયત્‍નશીલ રહ્યા હતાં.

(2:28 PM IST)