<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

માળીયામિંયાણા પોલીસ અને ખીરઈ ગામના મિયાણા પરીવાર વચ્‍ચે ડખ્‍ખો

 

( રજાક બુખારી દ્વારા) માળીયા મિયાણા તા.૭: માળીયામિંયાણાના ખીરઈ ગામે ઘરે રેડ કરીને પોલીસે ઈકબાલ ઉર્ફે ઈકોને લઈ જવા બળજબરી કરતા મામલો બિચકયો હતો અને જોતજોતામાં ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં મહીલા સહીતનાઓને લાઠીઓ વિંઝી  ખૌફ બતાવવા પ્રયત્‍ન કર્યો હતો પરંતુ સામે મિંયાણા સમાજના ઈકો ઉર્ફે ઈકબાલ મોવર અને તેના પિતા ભાણેજ સહીતનાઓએ લઈ જવા મહીલાઓને લાઠીઓ વિંઝી હતી જેથી ઈકો ઈકબાલ મોવર સહીતનાઓએ પોલીસ સામે બાથ ભીડી ધોકા પાઈપ સાથે બંને વચ્‍ચે ડખ્‍ખો થયો હતો જેમાં પોલીસ અને ખીરઈ ગામના મિંયાણા સમાજના મહીલાઓ સહીતના લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા જેને મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા જેની જાણ થતા જ મોરબી પોલીસે કાર્યવાહી કરીને ઈકબાલ ઉર્ફે ઈકો હાજીભાઈ મોવર અને મહિલાઓ સહીત નવ જેટલાની ધરપકડ કરી હતી

 માળીયા પંથકમાં ધમધમતા બુટલેગરોના અડ્ડાઓ બંધ કરાવવા બળ બતાવવાની જરૂર છે તેવી જોરદાર ચર્ચાએ ભારે જોર પકડ્‍યું છે અને પંથકમાં ધમધમતા અન્‍ય બુટલેગરોના દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જરૂરી છે કેમ કે જેના કારણે કાયદો વ્‍યવસ્‍થા કથળે એનું જવાબદાર કૌન તેવી પણ ચર્ચા થઈ રહી છે

માળીયામિંયાણા પીઆઈ તેની ટીમ ખીરઈ ગામે રેડ પાડવા ગયા હતા તે દરમિયાન દારૂ મળ્‍યો હતો કે કેમ જેની રકઝક બાદ ધરપકડ ટાળવા ત્‍યાંના લોકોએ સાથે ઝપાઝપી થઈ હતી જેમા મોવર ઈકબાલના પિતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લારખા અને દશેક જેટલા લોકો જેમા મહિલાઓ પણ હોય જે બંને વચ્‍ચે ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતા મામલો બિચકયો હતો અને સામસામે ધોકા પાઈપ ઉડતા પોલીસ અને મિંયાણા સમાજના લોકોને ઇજા થઈ હતી અને ત્‍યારબાદ બનાવના રાત્રીના સમયે આરોપીઓના ધરે જઈને સ્‍વિફટકાર બાઈક મકાનમા આડેધડ કુહાડી ધોકા મારી મોટુ નુકશાન કર્યુ હોવાના આરોપીના પરીવારજનોએ આક્ષેપ કર્યા હતા જેથી આ તમામ સામે પોલીસ ફરજ રુકાવટ કલમ ૩૦૭ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ઈકબાલ સામે પ્રોહિબિશનનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે જેની તપાસ મોરબી સિટી બી ડિવિઝનના પીઆઈ એન.બી.વસાવાને સોંપવામાં આવેલ જેથી પોલીસે ઇકબાલ ઉર્ફે ઈકો અને તેના પિતા હાજી ઓસમાણ સહીત ૭ મહિલાઓની ધરપકડ કરી હતી જેમાં યુસુફ અલ્લારખા ફરાર છે  તેમજ આ બનાવમાં ૬ પોલીસકર્મી ઈજાગ્રસ્‍ત થયા હતા જેથી હાલ તો પોલીસે મહીલાઓ સહીત ૯ની ધરપકડ કરેલ છે.

(2:08 PM IST)