<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યતિથી નિમિતે રવિવારે ધંધુકામાં ત્રિવિધ કાર્યક્રમો

‘ચારણ-કન્‍યા' વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવશેઃ કવિતાની સ્‍મળતિરૂપે સર્વપ્રથમ વખત જ આવું પ્રેરક નિર્માણ કરાયું છે આ પંથકમાં સર્વપ્રથમ મહાત્‍મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ‘મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્‍વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે લોકપ્રિય અભિનેતા મયુર વાકાણી (‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ટેલિવિઝન સિરિયલ'ના ‘સુદરલાલ')ની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહેશે.

રાજકોટ તા. ૭: રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૮મી પુણ્‍યતિથિ નિમિત્તે ラ ૦૯ માર્ચ ૨૦૨૫ (રવિવાર)ના રોજ ラ સાંજે ૦૫ કલાકે ラ એમની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ, રેલ્‍વે બ્રીજની નીચે) ખાતે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્‍ટ્રભાવના-દેશપ્રેમ જાગળત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) દ્વારા આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત આ ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ અને તેના પરિસરનો ભવ્‍ય સ્‍મળતિ-સ્‍થળ તરીકે વિકાસ કરવામાં આવ્‍યો છે જે ખાસ ઉલ્લેખનીય છે. 

ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૮માં રચેલું અમર કાવ્‍ય ચારણ-કન્‍યા આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્‍ય અને અનોખો થીમ પાર્ક ચારણ-કન્‍યા વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવશે. પિનાકી મેઘાણીની પરિકલ્‍પના થકી કવિતાની સ્‍મળતિરૂપે સર્વપ્રથમ વખત જ આવું પ્રેરક નિર્માણ કરાયું છે.સ્ત્રી-સશક્‍તિકરણની ઉમદા ભાવનાથી નવી પેઢી પ્રેરિત થાય તે આશયથી ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા નિર્મિત-વિકસિત આ થીમ પાર્કમાં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ચારણ ભક્‍તકવિ દુલા ભાયા કાગ, ચૌદ-વર્ષીય ચારણ-કન્‍યા, ચારણ-કન્‍યાનાં માતા-પિતા, સિંહ-પરિવાર, ગીર ગાય સહિત ગીરની વન્‍ય જીવસળષ્ટિને નિરૂપતાં ૩૦ જેટલાં આબેહૂબ પૂર્ણ-કદનાં શિલ્‍પ-સ્‍થાપત્‍ય ખ્‍યાતનામ શિલ્‍પકારો મયુર વાકાણી, આનંદ ટીકે અને હેમાલી વાકાણી (અમિત ફાઈબર ડેકોર)એ તૈયાર કર્યા છે. આગલે દિવસે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ હોવાથી આનું સવિશેષ મહત્‍વ રહેશે. આ અવસરે એક પેડ માઁ કે નામ  અંતર્ગત ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વળક્ષારોપણ પણ કરવામાં આવશે. 

મહાત્‍મા ગાંધીની મનોરમ્‍ય પ્રતિમાનું અનાવરણ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગની ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્‍વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. લોકપ્રિય અભિનેતા મયુર વાકાણી (તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ટેલિવિઝન સિરિયલના સુદરલાલ)ની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહેશે.

ઈન્‍ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ

પિનાકી મેઘાણીને પાઠવેલ લાગણીસભર પત્રમાં ગુજરાતના સંસ્‍કળતિ-સાહિત્‍ય-પ્રેમી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ લખે છે : દેશભક્‍તિના રંગે રંગાયેલ ઝવેરચંદ મેઘાણીએ સમર્થ સાહિત્‍યકાર, લોકસાહિત્‍યના સંશોધક, પત્રકાર, સ્‍વાતંત્ર્ય સેનાની જેવાં બહુઆયામી વ્‍યક્‍તિત્‍વની એક અમીટ છાપ સમ્રગ દેશવાસીના હૃદય પર છોડી છે. કોઈપણ પ્રદેશની આગવી ઓળખ તેનું સાહિત્‍ય અને લોકકલા હોય છે. ગ્રામવાસીઓની ખુમારી, શૌર્ય અને સાવજની ત્રાડોથી ગુંજતી આ ગુર્જર ધરાનું પ્રતિબિંબ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓમાં ઝીલાયું છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્‍મળતિ-સ્‍થળોને સુયોગ્‍ય રીતે વિકસાવીને જીવંત કરવા બદલ પિનાકી મેઘાણીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારનો હૃદયથી આભાર માન્‍યો છે.

નથી જાણ્‍યું અમારે પંથ શી આફત ખડી છે : ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !

આઝાદીની લડત વેળાએ ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા સ્‍થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્‍ટ-હાઉસ ખાતે ત્‍યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં ૧૫ શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્‍ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિત હજારોની માનવમેદની અને મેજિસ્‍ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણીને બે વર્ષના કારાવાસની સજા ફરમાવાઈ અને તેઓને સાબરમતી જેલમાં રખાયા હતા. સમસ્‍ત ભારતમાં એક માત્ર આ અનન્‍ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્‍વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્‍સો પ્રભાવ પડ્‍યો હતો.

આલેખનઃ

પિનાકી  નાનકભાઈ મેઘાણી

 ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન

. 9825021279)

 

(4:19 PM IST)