<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

થાન ગોડાઉનમાં આગ મામલે નાફેડના ચેરમેન જેઠા ભરવાડે કહ્યું - જગ્યા કેન્દ્રીય ભંડારની છે : દિલીપ સંઘાણીના આક્ષેપોને ફગાવ્યા

જેઠા ભરવાડે કહ્યું કેન્દ્રીય ભંડાર પાસેથી નુકસાનીની રકમ રિકવર કરવામાં આવશે:તેમણે કહ્યું કે જો પોલીસ તપાસમાં કોઇ ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ :મગફળીના ગોડાઉનમાં આગને લઈને નાફેડના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. નાફેડના ચેરમેન જેઠા ભરવાડે કહ્યું કે હાલ પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. તેમણે દિલિપ સંઘાણીના એ આક્ષેપોને ફગાવી દીધા, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોઇનું ષડયંત્ર હોઇ શકે છે.. આમ છતા તેમણે કહ્યું કે જો પોલીસ તપાસમાં કોઇ ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

જેઠા ભરવાડે કહ્યું કે આગ લાગી તે જગ્યા કેન્દ્રીય ભંડાર વિભાગની છે.. અને 8 કમ્પાર્ટમેન્ટ પૈકી એક કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે 19 હજાર મેટ્રિક ટન માલમાંથી 450 મેટ્રિક ટન માલ બળીને ખાખ થઇ ગયો છે. બળીને રાખ થઇ ગયેલા માલની કિંમત 30 લાખ 52 હજાર જેટલી છે. 6783ના ભાવે 2024માં મગફળીના પાકની ખરીદી કરાઇ હતી.

વધુમાં તેમણે કહ્યું આ સમગ્ર ઘટના સાથે ગુજકોમાસોલને કોઇ લેવા દેવા નથી.. નાફેડ માલ ખરીદીને તેને કેન્દ્રની જગ્યા ઉપર રાખે છે અને જરૂર મુજબ માલ બહાર કાઢે છે. આ સાથે નુકસાનીની રીકવરીને લઇને બોલતા તેમણે કહ્યું કે કેન્દ્રીય ભંડાર પાસેથી નુકસાનીની રકમ રિકવર કરવામાં આવશે.. તેમણે કહ્યું કે જગ્યા કેન્દ્રીય ભંડારની હતી ત્યાં નાફેડનો કોઇ માણસ હોતો જ નથી એટલે સ્વભાવિક રીતે જવાબદારી પણ કેન્દ્રીય ભંડારની જ હોય

(9:13 PM IST)