News of Saturday, 8th March 2025
લંડનના NRI યુવા મિત્રોએ ચુકવ્યું માતૃભૂમિનું ઋણ: વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબ માટે આપ્યું સાત લાખનું દાન
મેક એ ચેન્જ ફાઉન્ડેશને ચીંધ્યો રાહ, RSS સંચાલિત સેવા સાધના ટ્રસ્ટના છાત્રાલય માટે અનુદાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ : લંડન ના NRI યુવાનો સંચાલિત મેક અ ચેન્જ ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓ તથા સભ્યો આજે ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સેવા સાધના ટ્રસ્ટ ની મુલાકાત લીધી. અને ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય ના વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ ના હેતુ સાથે વવિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિ માં કોમ્પ્યુટર લેબ માટે ૭,૦૦,૦૦૦ (સાત લાખ) નું દાન અર્પણ કર્યું
કાર્યક્રમ ની શરૂઆત માં ચા અલ્પાહાર બાદ સેવા સાધના ટ્રસ્ટ વતી મેક અ ચેન્જ ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો નું સ્વાગત કરવા માં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિભાગ કાર્યવાહ શ્રી રવજીભાઈ ખેતાણીએ કચ્છભર માં સંઘ ના માધ્યમ થી ચાલતા કર્યો ની વિસ્તૃત માહિતી આપી તથા જણાવ્યું કે આ જ પ્રકાર ના સમાજ ઉપયોગી કર્યો લંડન માં હિંદુ સ્વયંસેવક સંઘ ના નામ થી થાય છે. પ્રાંત ના સેવા પ્રમુખ તથા સેવા સાધન ના ટ્રસ્ટી શ્રી નારણભાઈ વેલાણી એ કચ્છ માં સેવા સાધના ના માધ્યમ થી થતા સેવાકર્યી ની વિસ્તૃત માહિતી આપી હતી અને મેક અ ચેન્જ ફાઉન્ડેશન સૌપ્રથમ વખત સેવા સાધન સાથે કેવીરીતે જોડાયું એ ઘટના યાદ કરતા NRI મિત્રો ના માતૃભુમી પ્રત્યે ના પ્રેમ ને બિરદાવ્યું હતું. આ પ્રસંગે મેક અ ચેન્જ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી નિર્મિત ગામ રામદેવ નગર (હાજીપીર) નો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મેક અ ચેન્જ ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ ટ્રસ્ટી શ્રી કિરણભાઈ પીન્ડોરીયા તથા ટ્રસ્ટી શ્રી દીપેશભાઈ કેરાઇ એ વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીઓ ની હાજરી માં સેવા સાધના ના ટ્રસ્ટી અને સમાજ સેવક શ્રી મનોજભાઈ સોલંકી તથા ટ્રસ્ટીગણ ને દાન નો ચેક અર્પણ કર્યો હતો. મેક અ ચેન્જ ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ શ્રી કિરણભાઈ પીન્ડોરીયા એ પોતાના ઉદબોધન માં સેવા સાધના દ્વરા થતા કર્યો ને બિરદાવતા કહ્યું હતું કે સેવા સાધન ખરેખર છેવાડા ના માનવી ની સેવા કરે છે અને ટ્રસ્ટ નું કાર્ય એકદમ પારદર્શી છે અને સેવા સાધન ની સમગ્ર ટીમ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ કે અમારું દાન યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે વપરાય છે. ભવિષ્ય માં મહતમ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
કાર્યક્રમ ના અંત માં સેવા સાધના સાથે કાયમી સંભારણા માટે ભુજ છાત્રાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કરાયું જેમાં મેક અ ચેન્જ ફાઉન્ડેશન ના સલાહકાર શ્રી ભરતભાઈ સૈની તથા પુનિતભાઈ ખજાનચી શ્રી ગોવિંદભાઈ કેરાઇ તથા ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ વેકરીયા, રતિલાલભાઈ ભુડિયા, મહેશભાઈ પટેલ તથા ધીરજભાઈ દબાસીયા જોડાયા હતા.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
