News of Saturday, 8th March 2025
મહિલાઓના માન-સન્માન સાથે સોૈરાષ્ટ્ર- કચ્છમાં મહિલા દિવસની ઉજવણી
જુદી-જુદી જગ્યાએ કાર્યરત મહિલાઓનું અનેકવિધ સેવાકીય સંસ્થાઓએ બહુમાન કર્યું

રાજકોટ તા.૮: આજે તા.૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મહિલા દિવસની મહિલાઓના સન્માન સાથે ઉજવણી કરી હતી.
જુનાગઢ
જૂનાગઢઃ વિશ્વભરમાં ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન'' ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ અવસરે જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર આધારિત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં વિવિધ પ્રવચનો, સન્માન સમારંભો, કાર્યશાળાઓ અને સ્ફૂર્તિદાયક પ્રવળત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ જણાવ્યું કે આ ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ અંગે જનજાગળતિ લાવવાનો છે. આ પ્રસંગે સમાજમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ વર્ષે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગણેશનગર દુબળી પ્લોટ અર્બન સેન્ટરની બાજુમાં મહાનગરપાલિકા હોલ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે. તેવું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી જુનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સુત્રાપાડા
(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડાઃ વેરાવળ ખાતે અંબુજા કંપની, અંબુજા ફાઉન્ડેશન, શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી અને કળષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો. જેમાં કોડીદ્રા, રામપરા, ભેટાળી, કુક રાસ, ટોબરા, પંડવા, આણંદપરા, ગુણવંતપુર નવ ગામના ૮૫૦ બેનો એ ઉત્સાહભેર ભાગ લીધો આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કે જે વર્ષાબેન રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવી. ત્યારબાદ શાબ્દિક સ્વાગત તથા સોરઠની સફળ ગાથા વિશે કુમારી મોતીબેન ચાવડા દ્વારા માહિતી આપવામાં આવી. કાર્યક્રમને અનુરૂપ પ્રસંગિક ઉદબોધન શ્રી દલસુખભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના અતિથિ વિશે મનોહર સિંહ જાડેજા, એસ.પી., ગીર સોમનાથ દ્વારા પોલીસની કામગીરી તથા કાઉન્સિલિંગ ઉપર ભાર મૂકયો હતો અને સૂચન કર્યું હતું કે મોતીબેન ની મંડળી દ્વારા પણ વધુમાં વધુ કાઉન્સેલિંગમાં મદદ મળી રહે. ત્યારબાદ ૬ મંડળ જેવા કે પાયલ મહિલા બચત મંડળ કોડીદ્રા માહી મહિલા બચત મંડળ, કોડીદ્રા તથા હર્ષ મહિલા બચત મંડળ ભેટાળી, કિંજલ તથા અલૌકિક મહિલા બચત મંડળને એમ કુલ ૬ લાખ રૂપિયાના ચેક લોન પેટે આરોગ્ય તથા ધંધા કરવા માટે આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ૮૦૦ બેનોને સ્વચ્છતાની કીટનું વિતરણ કરવામાં આવ્યું .
શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની બીજી બ્રાન્ચ ની ક્રેડિટ સોસાયટી કોડીદ્રા વેરાવળ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું અને કળષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.હંસાબેન પટેલ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરવામાં આવી તથા પાર્વતીબેન રાઠોડ કોડીદરા ગામના બહેનો દ્વારા તેમના બચત મંડળ સાથેના જોડાણ પછીના સફળ અનુભવોની વાત કરવામાં આવી. પંડવા ગામની બાળાઓ દ્વારા દિકરી વિશે નાટક રજૂ કરવામાં આવ્યું. કિરણબેન કામળીયા દ્વારા તલવાર રાસ રજૂ કરાયો. પ્રાર્થનાબેન કે જેઓ ગુણવંત પર ગામના છે જેના દ્વારા નારીના મહત્વ વિશે કવિતા રજૂ કરવામાં આવી. હસ્તી નાનકડી બાળા દ્વારા રણછોડ રંગીલા વિશે ડાન્સ રજૂ કરવામાં આવ્યો તથા ઉર્વશીબેન દ્વારા મહિલા વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું આખા એ કાર્યક્રમમાં સંજય વશિષ્ઠ સાહેબ- સીએમઓ, અંબુજા સિમેન્ટ, ઉમાશંકર ચૌધરી સાહેબ, સંજય જૈન સાહેબ તથા આર ડી શર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રી સોરઠ ફેડરેશનના પ્રમુખ શ્રીમતી જયાબેન દાહિમા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આખય કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સોરઠ મંડળીના કાર્યકર્તા એક્સટેન્શન વોલન્ટિયર બહેનો, ડાયરેક્ટર બહેનો તથા સ્ટાફ, ગામના લોકો અને અંબુજા ફાઉન્ડેશન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
