તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 8th March 2025
રવિ- સોમ લૂ ઝરતી ગરમી રહેશે
મંગળ-બૂધ ફરી ઉતરના ઠંડા પવનોથી તાપમાન ઘટશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૮: આવતીકાલે જમ્મુ કાશ્મીર પર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમનથી ઉતરના અને પૂર્વોતરના રાજયોમાં છેક ૧૬ માર્ચ સુધી વરસાદી માહોલ યથાવત રહેનાર છે.
આઇએમડીએ આવતીકાલથી હિટવેવની આગાહી ગુજરાત માટે કરી છે. વેધર એનાલીસ્ટ દેવેન્દ્ર ત્રિપાઠી અનુસાર ગુજરાતમાં રવિ અને સોમ લૂ ઝરતી ગરમી રહેશે પણ ડબલ્યુ ડી પૂર્વોતરના રાજયો તરફ સરકશે ત્યારે પવનોની દિશા બદલાયે ગુજરાત પર ફરી ઉતરના ઠંડા પવનોથી તાપમાનનો પારો નીચો જશે.
વધુ એક ડબલ્યુ ડી ધૂળેટી પર્વ આસપાસ આવશે અને આઇએમડી ટેન ડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં એ સમયે મહારાષ્ટ્રમાં અને ગુજરાતના કેટલાક હિસ્સામાં વરસાદી વાતાવરણ રહેવાનો નિર્દેશ જોવા મળે છે. જો કે મોડેલ મેપ્સમાં બદલાવ થતા રહેતા હોઇ, તેને આધાર બનાવી ન શકાય.
માર્ચ દરમ્યાન ડબલ્યુડીનો સિલસીલો યથાવત રહેનાર હોઇ, ગરમી- ઠંડીનું મિશ્ર વાતાવરણ અર્થાત રાત્રે ઠંડી અને દિવસે ગરમી ધૂળેટીએ વિદાય થવાને બદલે રાત્રિની ઠંડીનું પાછોતરૂ રોકાણ હજુ જોવા મળશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
