<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

વાંકાનેર પાલિકામાં મહિલાઓ માટે બેઠક વ્‍યવસ્‍થા કરવા માંગણી

મહિલા સદસ્‍યો દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને રજૂઆત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૮ :.. વાંકાનેર પાલિકાનાં સદસ્‍યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા, જલ્‍પાબેન સુરેલાએ પાલિકા પ્રમુખ ડિમ્‍પલબેન સોલંકી, ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાને પત્ર પાઠવીને વાંકાનેર પાલિકામાં મહિલા સદસ્‍યો, સ્‍ટાફ માટે અલગ બેઠક રૂમ આપવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે,   નગરપાલિકાના ૫૦ ટકા એટલે કે ૧૪ સદસ્‍યો મહિલાઓ છે. તેઓ નાગરિકોના કામ માટે નગરપાલિકા કચેરી ખાતે આવતા હોય છે. તેમને ઘણી વખત લાંબો સમય બેસવુ પડતું હોય છે, મહિલા તરીકે તેઓ કોઈ અધિકારી કે પદાધિકારીની ઓફિસમાં લાંબો સમય સુધી બેસી ન શકે. ઉપરાંત વાંકાનેર નગરપાલિકામાં મહિલા સ્‍ટાફ પણ છે, તેમને પણ ઘણી વખત સેનેટાઇઝેશન- પ્રાઈવસીની જરૂર હોય છે.  નગરપાલિકાનો મહિલા સદસ્‍યો તથા મહિલા સ્‍ટાફની સેનેટાઈઝેશન, પ્રાઈવસી, ઈજ્જત, આબરૂ અને માલો જળવાઈ રહે તે સુનિヘતિ કરવાની જવાબદારી આપણા સૌની છે.

 નગર પાલિકાના પ્રમુખશ્રી પોતે એક મહિલા છે ત્‍યારે, આજે ૮ માર્ચ - આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારી માંગણી છે કે નગરપાલિકા કચેરી ખાતે લેડીઝ રૂમની ફાળવણી કરવામાં આવે.  નગરપાલિકાના ભાઈઓ - બહેનો તમામ સદસ્‍યો નાગરિકોના કામ માટે નગરપાલિકા કચેરી ખાતે આવતા હોય છે, તેમને ઘણી વખત લાંબો સમય બેસવુ પડતું હોય છે. નગરપાલિકાના સદસ્‍યો કોઈ અધિકારી કે પદાધિકારીની ઓફિસમાં ફક્‍ત રાહ જોવા માટે લાંબો સમય સુધી બેસી ન શકે.

માટે વાંકાનેર નગરપાલિકાના તમામ સદસ્‍યો માટે પીવાના પાણી અને ટોઈલેટ - બાથરૂમ સહિતની વ્‍યવસ્‍થા સાથેના બેઠક રૂમની ફાળવણી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

(2:26 PM IST)