News of Saturday, 8th March 2025
બાબરાના મોટા દેવળીયાના એકના એક પુત્રનો રીબડા પાસે ટ્રેન નીચે આપઘાત
રાજકોટ કારખાનામાં કામ કરતોઃ દિવાળી પછી લગ્ન હતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૮ :.. બપોરનાં એક વાગ્યાનાં સુમારે જબલપુર થી સોમનાથ જઇ રહેલી ૧૧૪૬૪ નંબરની ટ્રેન રીબડા સ્ટેશને ક્રોસીંગ કરી ગોંડલ તરફ આગળ ધપી રહી હતી ત્યારે રીબડા ફાટક પાસે બાબરા તાલુકા નાં મોટા દેવળીયા રહેતા જયેશભાઈ કાંતિભાઈ સોરઠીયા ઉ.૨૨ એ ટ્રેન નીચે પડતુ મુકતા તેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ.
બનાવ અંગે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ થતા ટ્રસ્ટ નાં જયભાઈ માધડ એમ્બ્યુલન્સ લઇ દોડી જઇ મળતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતક નાં પરીવાર માં માતા પિતા અને એક બહેન છે. પોતે એકમાત્ર પુત્ર હતો. બનાવ ની કરુણતા એ કહેવાય કે જયેશભાઈની સગાઇ આઠ માસ થઇ હતી. અને દિવાળી બાદ લગ્ન હતા. પરંતુ એ પહેલાજ જયેશભાઈ એ કોઇ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતુ મુકી જીવનનો અંત આણતા પરીવાર માથે આભ ફાટયા જેવી સ્થિતી સર્જાઈ હતી. મળતક જયેશભાઈ રાજકોટ સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતો હતો.બપોરે કારખાનામાં ખુશાલભાઇ સોરઠીયાને જમીને આવુ તેવુ કહી બાઇક લઇ રીબડા પંહોચ્યો હતો.અને બાઇક અરડોઇ જવાનાં રસ્તે રાખી ટ્રેન હેઠળ પડતુ મુકયુ હતુ. બનાવ ની જાણ ગોંડલ તાલુકા પોલીસ ને થતા પીએસઆઇ આર.આર.સોલંકી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ બાઇક કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
