News of Saturday, 8th March 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ
પદયાત્રીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ તથા આગેવાનો દ્વારા કરવામાં આવતી સેવાઓને બિરદાવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮: ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા .૧૪ માર્ચ.૨૦૨૫ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવને લઈ ભક્તો પગપાળા દ્વારકા આવી રહ્યા છે. જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.
પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, ખંભાળિયા પ્રાંત અધિકારી કે. કે. કરમટા સહિતનાએ વિવિધ સેવા કેમ્પની મુલાકાત કરી હતી. અને પદયાત્રીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થા, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધાઓ નિહાળી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ પદયાત્રીઓ સાથે સેવા કેમ્પમાં મળી રહેલા ભોજન, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધા અંગે વાતચીત કરી હતી. તેમજ વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવી હતી
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
