News of Saturday, 8th March 2025
ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા જતા પદયાત્રિક ભક્તજનો
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી, પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮: ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા ભક્તિજનો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ
ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજીત સેવા કેમ્પની મુલાકાત કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજીત સેવા કેમ્પમાં ભોજન વ્યવસ્થા, પદયાત્રીઓ માટે રાત્રી રોકાણની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, મસાજ, નેત્ર નિદાન અંગેની વ્યવસ્થા નિહાળી હતી.
આ ઉપરાંત આ તકે પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, દ્વારા રાત્રિના અથવા વહેલી સવારે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી રહી છે. તેમજ પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા પદયાત્રીઓની સુરક્ષાની સાથે સાથે કરવામાં આવતી સેવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
