<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ધ્રોલ-જોડીયા વિસ્‍તારમાં રેતી ભરેલ ૧૩ ટ્રકો પકડાયા

 

જામનગર,: પંચ એ- ડીવી. પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ ખીજડીયા બાયપાસ, જાંબુડા પાટીયા વિગેરે જગ્‍યાએ થી રોયલ્‍ટી વગર તથા ઓવર લોડ રેતી ભરેલ કુલ-૦૮ ટ્રકો તથા પંચ બી. ડીવી. પો.સ્‍ટે. ના ઠેબા ચોકડી, મોરકંડા પાટીયા વિગેરે જગ્‍યાએ થી રોયલ્‍ટી વગર તથા ઓવર લોડ રેતી ભરેલ કુલ-૦૨ ટ્રકો તથા જોડીયા પોલીસ સ્‍ટેશનના હડીયાણા ગામ પાસેથી રોયલ્‍ટી વગર તથા ઓવર લોડ રેતી ભરેલ કુલ-૦૩ ટ્રકો તથા ધ્રોલ પો.સ્‍ટે. વિસ્‍તારમા ધાંગડા ગામના પાટીયા પાસેથી બિનવારસુ હાલતમાં પડેલ આશરે ૩૫૦ ટન રેતીનો ઢગલો આમ ઉપરોક્‍ત ટ્રક તથા રેતીના ઢગલા સહિત આશરે કુલ ૭૦૦/- ટન રોયલ્‍ટી વગરના રેતીના જથ્‍થાને પકડી લઈ આગળની કાર્યવાહી થવા માટે ભુસ્‍તર શાષાી ખાણ ખનીજ વિભાગ, જામનગર ને રીપોર્ટ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્‍સપેકટર  બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:53 PM IST)