<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ખંભાળીયામાં સ્‍મશાન તથા નજીકની દરગાહમાં એક સાથે આગ લાગી

ખંભાળીયા, તા.૮: ગઇકાલે બપોરે પોરબંદર રોડ પાસેના હિન્‍દુ સ્‍મશાન તથા નજીકની પીર દરગાહ વિસ્‍તારમાં કચરા તથા સુકા થાળ તથા ઝાડીઓમાં આગ લાગ્‍યાની જાણ થતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારની આગેવાનીમાં મનસુખભાઇ મારૂ સહિતના જવાનોએ બંને સ્‍થળે ફાયર બ્રીગેડના વાહનો સાથે પહોંચી જઇને ઝાડીઓ તથા કચરામાં લાગેલી આગને કાબુમાં લીધી હતી તથા આસપાસના વિસ્‍તારમાં ફેલાતી અટકાવી હતી. કચરો સળગતા મોટા પ્રમાણમાં ધૂમાડો પણ ફેલાયેલો હતો.

(12:59 PM IST)