News of Saturday, 8th March 2025
ચાંપરડામાં અમિતભાઇની સુરક્ષા માટે ૫ ડીવાયએસપી, ૧૧ પીઆઇ, ૨૪ પીએસઆઇ સહિત કાફલો તૈનાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૮: આજે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે આવી રહેલા કેન્દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી અમિત શાહની સુરક્ષા માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમિતભાઈ શાહ આજરોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે મુલાકાત લેશે અને બ્રહ્માનંદ વિદ્યાધામના સૈનિક સ્કૂલના શાળા ભવન અને સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર બિલ્ડીંગ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને શ્રી બ્રહ્મ ાનંદ વિદ્યાધામના અતિથિ ભવનનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. પ્રથમ વખત ચાપરડા ની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય ગળહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના ભવ્ય સ્વાગત માટે મહંત શ્રી મુક્તાનંદબાપુના સાનિધ્યમાં તૈયારીઓના અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
દરમિયાન કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઇ શાહ ઝેડ પ્લસની સુરક્ષા ધરાવતા હોય ચાપરડા પ્રવાસ દરમિયાન તેઓને કોઈ અગવડતાનો સામનો કરવો પડે નહીં અને તેઓની સુરક્ષા માટે એસપી ભગીરથસિંહ જાડેજા દ્વારા સલામતી, ટ્રાફિક નિયમન વગેરેને લઈ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ માટે ૫ ડીવાયએસપી, ૧૧ પીઆઇ, ૨૪ પીએસઆઇ, ૩૦૦થી વધારે પોલીસ સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
