<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

વીરપુર ગામે એસટી બસને ટ્રકે હડફેટે લેતા બાળકીને ઇજા

 

જેતપુર, તા.૮:  જુનાગઢ તરફથી આવી રાજકોટ તરફ જતી એસટી બસ જુનાગઢ સુરત એક્‍સપ્રેસ વીરપુર બસ સ્‍ટેશનમાં જતી હોય ત્‍યારે ડાયવર્ઝનના કારણે પાછળથી ફૂલ સ્‍પીડે આવતા ટ્રક નંબર જીજે - ૧૧ - વીવી - ૬૧૧૧ ના ચાલકે પાછળથી અથડાવતા બસમાં બેઠેલ આઠ વર્ષની માસુમ બાળકીને માથામાં ઈજા થતાં સારવાર માટે ખસેડેલ એસટી બસમાં સામાન્‍ય નુકસાન થયેલ હોય આ અંગેની ફરિયાદ એસટી બસ ડ્રાઇવર રમેશભાઈ બારીયા એ વીરપુર પોલીસમાં નોંધાવતા પોલીસે ટ્રક ચાલક મેહુલ દિનેશભાઈ સરવૈયા (ચૌટા) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરેલ

(2:26 PM IST)