News of Saturday, 8th March 2025
અમરેલીમાં જાહેર મુતરડી આડે દિવાલ ચણી લેતા વેપારીઓમાં રોસ

અમરેલીઃ સબભુમિ ગોપાલકીની જેમ અમરેલીમાં મનફાવે તેમ લોકો બાંધકામ કરી રહ્યાં છે. કોઇ અમરેલીનું ધણી ધોરી ન હોય તેવી રીતે બાંધકામ કરનાર નિયમ અનુસાર બાંધકામ કરે છે કે કેમ અથવા તો સરકારી જગ્યા દબાવતા નથી ને તેની કોઇચકાસણી કરવાની વાત તો એક બાજુ રહી પરંતુ જાહેર સુવિધાની જગ્યાઓ ઉપર પણ લોકો મનમા આવે તેમ બાંધકામો કરી રહ્યાંછે. આવાજ એક બનાવમાં આજે અમરેલીનાં હાર્દ સમા ટાવર ચોકમાં રાતો રાત જાહેર મુતરડીઆડેદિવાલ ચણાતા અમરેલીનો ટાવર ચોક ધડાધડ બંધ થયા ેહતો. નગરપાલિકામાં કરાયેલી રજુઆત છતા કોઇ પરિણામ ન આવતા વેપારીઓ રોષિત બન્યાં હતાં. મહાત્મા મુળદાસની ગલીમાં આવેલ વર્ષો જુની મુતરડી આડે દિવાલ ચણી લેવામાં આવતા ટાવર ચોકનાં વેપારીઓમાં રોષ ફાટી નિકળ્યોહતો. અને ધંધા રોજગાર બંધ કરી વેપારીઓ ટાવર ચોકમાં બેસી જતા અમરેલી નગરપાલિકાનાં ચિફ ઓફિસરનાં ચાર્જમાં રહેલ ડેપ્યુટી કલેક્ટરશ્રી કુંભાણી, મામલતદાર જી.જી. બાવીશાએ અમર ખાન આ સ્થળ ઉપર દોડી જઇ દિવાલ તોડતા હવે બંધ કરાયેલી દુકાનો મોડી રાત્રે ખુલે તેમ છે. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી જમીનમાં થતા દબાણો સામે અમરેલીમાં વિશેષ ટીમની રચના કરવી જોઇએ તેવું લોકો ઇચ્છી રહ્યાં છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
