News of Saturday, 8th March 2025
સમૂહ લગ્ન એ જીવનના પ્રેમ સન્માન અને એકતાની ભાવનાઃ ડો.મનસુખભાઈ માંડવિયા

પોરબંદરમાં સપ્તપદી સમૂહ લગ્નમાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈનું સંબોધનઃ સાગરપુત્ર સમન્વય, પાયોનિયર રેડક્રોસ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ૧૫ નવદંપતીઓના ગૃહસ્તીજીવનમાં પગલાઃ સાંજીના ગીત અને મ્યુઝીકલ ઓરકેસ્ટ્રાના સંગાથે દાંડીયા રાસની રમઝટ
પોરબંદર, તા.૮: સાગરપુત્ર સમન્વય, પાયોનિયર અને રેડક્રોસ દ્વારા આયોજીત સપ્તપદી સમૂહ લગ્નમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહીને સંબોધનમાં જણાવ્યું હતું કેઃ સમૂહ લગ્ન એ માત્ર બંધન નહીં, પરંતુ જીવનના પ્રેમ સન્માન અને એકતાની ભાવના દર્શાવે છે.
સાગરપુત્ર સમન્વય, પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર, અને રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા દ્વારા આયોજિત સપ્તપદી સમૂહલગ્નમાં કન્યા અને વર પક્ષ તેમજ સંસ્થાના લેડીઝ મેમ્બર્સ દ્વારા મધુર કંઠે સાંજીના ગીત તથા પોરબંદરના જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા સુમધુર મ્યુઝીક સાથે દાંડિયારાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી પ્રજાપતી,પોરબંદર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ,રેડક્રોસ સોસાયટી તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેભાઈ મોઢવાડીયા, અશોકભાઇ મોઢા, નગરપાલિકાના માજી પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, ખીમજીભાઈ મોતીવરસ, નિલેષભાઈ મોરી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના અનિલભાઈ કારીયા, લખમણભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડીયા, સામતભાઈ ઓડેદરા, ખારવા સમાજના અગ્રણી મનીષભાઈ સિંધવ, રાજપુત સમાજના અગ્રણી રાજપુત રાજભા જેઠવા, કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ, વગેરે મહેમાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રણને માન આપી પધારેલ તમામ મહેમાનોને પુષ્પગુચ્છ અને મોમેંટો આપી અને આવકારવામાં આવ્યા હતા.
ડો.મનસુખભાઈ માંડવિયાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે, સમુહલગ્ન એ એક સમાજ માટે મહત્વપૂર્ણ ઉપક્રમ છે, જે આપણે એકબીજાને મક્કમ કરવા, એકતા માટે અને બીજાની મદદ માટે મક્કમ બનાવે છે. ખાસ સંદેશ આપ્યો કે, સમુહલગ્ન એ માત્ર બંધન નથી, પરંતુ એક જીવનના પ્રેમ, સન્માન અને સમુહની ભાવના છે. અત્યારની પરિસ્થિતીમાં સમુહલગ્નના આયોજના શા માટે જરૂરી છે તે વિષે વિસ્તળતમાં સમજાવ્યું તેમજ પ્રભુતામાં પગલાં પાડનાર તમામ ૧૫ નવદંપતિઓને તેમના સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ, અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના આ સુયોજીત સપ્તપદી સમૂહલગ્ન તેમજ તેમની વિવિધ સેવાકીય પ્રવળતિઓને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવાજ સેવાના કામ કરતાં રહે તે માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના તમામ મેમ્બર્સને પણ સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે તેમણે પોતે પણ સમૂહલગ્નમાં પ્રભુતમાં પગલાં પાડી તેમના દામ્પત્યજીવનના સફરની શરૂઆત કરી હતી. તેમણે પણ તમામ યુગલોને તેમના દામ્પત્યજીવનના સફરની શરૂઆત માટે આશીર્વાદ, અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
મહાનગરપાલિકાના કમિશ્નર પ્રજાપતી દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા, તેમજ આયોજકોને પણ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સમૂહ લખનઉમાં ઉદ્યોગપતી પદુભાઈ રાયચુરા, વિમલજીભાઈ ઓડેદરા, સુરતથી પધારેલ કમલેશભાઈ સેલર, લાયન્સ ક્લબના હિરલબા જાડેજા, રેડક્રોસ સોસાયટીના લાખણશીભાઈ ગોરાણીયા, ડો.નિખીલ રુપારેલિયા, ડો. સુરેશભાઇ ગાંધી, સાંદીપનીના પ્રતિનિધિ ડો.ભરતભાઈ ગઢવી, જુનાગઢથી ખાસ પધારેલ માધવજીભાઈ ડાંગર, અશોકભાઈ મોતીવરસ, રૂરલ ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુ, કિર્તીમંદિર પો.સ્ટેશનના પી.આઈ.ચૌધરી, કમલબાગ પો.સ્ટેશનના પી.આઈ.કાનમિયા, એડવોકેટ ભરતભાઇ લાખાણી, મનસુખભાઈ શીંગરખિયા, નિલેષભાઈ જોશી, ખારવા સમાજના અગ્રણી રણછોડભાઈ શિયાળ, પોરબંદર સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પાંચ પટેલશ્રીઓ, માંગરોળ ખારવા સમાજ પટેલ ધનસુખભાઈ ગોસિયા, ભીડીયા-વેરાવળ ખારવા સમાજ પટેલ રતિલાલ સાગર ગોહેલ, ઓખા ખારવા સમાજ પટેલ મુકેશભાઈ પાંજરી, નવીબંદર ખારવા સમાજ પટેલ મોહનભાઇ ભુતિયા, માઢવાળ બંદર ખારવા સમાજ પટેલ લાલજીભાઈ ગોહેલ, ઉદ્યોગપતી અશ્વિનભાઈ વાંદરીયા, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ અને હરજીવનભાઈ કોટીયા, હવેલીના મહારાજ દેવાંગભાઈ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ જતિનભાઈ હાથી, રાજુભાઇ બુધ્ધદેવ, જમનભાઈ પાણખાણીયા, ડો.અનિલ દેવાણી તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ નામાંકિત અગ્રણીઓએ હાજરી આપી તમામ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ સંસ્થાની પ્રવળતિઓને બિરદાવી હતી.
સપ્તપદી સમુહલગ્ન પ્રસંગમાં, સાંદીપની આશ્રમના પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા, સુરતના સમૂહલગ્નના પ્રણેતા મહેશભાઈ સવાણી, સુરેશભાઈ કોઠારી, ડો. વિરમભાઈ ગોઢાણીયા અને ભરતભાઈ ઓડેદરાએ શુભેચ્છા સંદેશ દ્વારા તમામ યુગલોને આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા.
સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ, પાયોનીયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા સામાજીક સેવા, મેડિકલ કેંપ, શૈક્ષણિક સહાયતા અને જરૂરિયાતમંદોને મેડિકલ અને શૈક્ષણિક સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. જેઅંગે વિડીયોમાં ડો.રાજેશ કોટેચાએ મધુર અવાજ અને સંકલન સાથે કાર્ય કર્યું છે.
આ સપ્તપદી સમુહલગ્ન મુખ્ય પ્રોજેકટ ચેરમેન પીયુષભાઈ મજીઠીયાએ છેલ્લાં ૨ મહીનાંથી તેમ સતત સંકલન અને મહેનતના પરિણામે, માર્ચ ૨૦૨૫ ના સપ્તપદી સમુહલગ્નમાં ચાર ચાંદ ગયા. જહેમત ઉઠાવી પીયુષભાઈ આ પ્રસંગ ખૂબ જ આ કાર્યમાં હરજીવનભાઈ કોટીયા અને જયેશ ભોગાયતાનો આયોજનમાં સહયોગ મળ્યો હતો.
સંસ્થાના મહિલા મેમ્બર્સ સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લિલાબેન મોતીવરસ, પાયોનીયર ક્લબ લેડીઝ વીંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા, દેવશ્રીબેન ખોરાવા, પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર, સેક્રેટરી દિપ્તીબેન રાયમગીયા, ઉર્મિલાબેન સાકરીયા, મિનાક્ષીબેન ગજ્જર, મીનાબેન કોટીયા, રુહીબેન કોટીયા, ચેતનાબેન થાનકી, દિપાબેન ભોગાયતા, દિપાબેન ચાવડા, ભારતીબેન પલાણ, ડિમ્પલબેન ખૂંટી, સ્મિતાબેન બરીદુન, જુલીબેન દાવડા, અંજલીબેન પોસતરીયા, ખુશીબેન મનીયાર, ખ્યાતિબેન લોઢારી તેમજ પુરુષ મેમ્બર્સ સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા, સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ, મહેન્દ્રભાઈ જુંગી, ઘનશ્યામભાઈ મહેતા, યક્ષ ખોરાવા, જયેન્દ્રભાઈ ખુંટી, પિયુષભાઈ મજીઠીયા, જયેશ ભોગાયતા જયેશ માંડવિયા, કેતનભાઈ પટેલ, દિલીપભાઈ ગંધા, અલ્પેશભાઈ મશરૂ, શૈલેષભાઈ કોટેચા, પરેશભાઈ પારેખ, પ્રદીપભાઈ ગજ્જર, હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ લોઢારી, કિરીટભાઈ ધોળકીયા, મયુર કુહાડા, હાર્દિકભાઈ તન્ના, પ્રણવભાઈ શાહ, રાજીવભાઈ વ્યાસ વગેરેએ હાજરી આપી હતી.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
