News of Saturday, 8th March 2025
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના ૧૦ કિલો બોકસના ભાવ રૂ. પ૦ર૦ થી ૭૦ર૦

નવી દિલ્હીઃ ઉનાળાનું ફળ એટલે કેરી. જે મોટા ભાગના લોકોનું પ્રિય ફળ
હોય છે. કેરીના ચાહકો જે વસ્તુની આતુરતાથી રાહ જોતા હોય છે તે પાકેલી
કેરીની ગોંડલ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે
હાસુફ કેરી આવક થઈ છે. આવો જોઈએ તેનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 5020 થી 7020
રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 19 બોક્સની આવક થઈ હતી.
કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો
1000થી 1600 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 64 બોક્સ કાચી કેરીની આવક થઈ
હતી. રાજકોટ યાર્ડમાં 45 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ
રાજકોટાં 700થી 1000 બોલાયો હતો.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
