News of Saturday, 8th March 2025
ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે મોટી કાર્યવાહી રેગીંગ કરનાર 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા
ચાર વિદ્યાર્થીઓ નરેન ચૌધરી, મન પટેલ, પિયુષ ચૌહાણ અને મિલન કાકલોતરને એન્ટી રેગિંગ કમિટીએ સસ્પેન્ડ કરવા સાથે ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજના અન્ય સર્ટિફિકેટ પણ નહીં આપવા નિર્ણય કર્યો

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થી સહિત છ શખ્સોએ માર મારવા અશ્લીલ શબ્દો બોલાવી, ગાળો દઈ, માર માર્યા સહિતની બે જુદી જુદી ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા નોંધાવામાં આવી હતી. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગની ઘટનામાં એન્ટી રેગિંગ કમિટીની 11 સભ્યોની બેઠક દોઢ કલાક બાદ પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં ચાર વિદ્યાર્થીઓ નરેન ચૌધરી, મન પટેલ, પિયુષ ચૌહાણ અને મિલન કાકલોતરને એન્ટી રેગિંગ કમિટીએ સસ્પેન્ડ કરવાની સાથે ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજના અન્ય સર્ટિફિકેટ પણ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં જુનિયર મેડિકલ સ્ટુડન્ટ સાથે થયેલ રેગિંગની ઘટનામાં NSUI મેદાનમાં આવ્યું હતું. NSUIએ મેડિકલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે પહોંચીને ડીનની ઓફિસમાં સુત્રોચાર સાથે વિરોધ કરી લેખિતમાં રજુઆત કરીને આરોપીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી
. યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે એન્ટી રેગિંગ કમિટી બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓએ કૃત્ય કર્યું છે તે વિદ્યાર્થી કહેવાને લાયક નથી, ડોક્ટર કહેવાને લાયક નથી તે લોકોની ડોક્ટરની ડિગ્રી રદ કરવામાં આવે તેમ જ તે વિદ્યાર્થીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટના અંગે સીટી Dysp આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. એક ફરિયાદમાં કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચાર ડોક્ટરો તથા અન્ય બે શખ્સો જ્યારે બીજી ફરિયાદમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. તમામ શખ્સોને ઝડપી લેવા પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે.
ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઇન્ટર્નલ ડોક્ટર્સને તેની સાથે અભ્યાસ કરતા ઇન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 6 શખ્સોએ જાહેરમાં અવાહુરુ સ્થળે લઈ જઈ ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યાની નીલમબાગ પોલીસ મથકે તથા મેડિકલ કોલેજના ડિનને ફરિયાદ કરવામાં આવી હતી, બીજી તરફ ઈજાગ્રસ્ત ત્રણેય ડોક્ટરને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
